સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇ- FIR થી દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે આરોપીને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી સા.કુંડલા ટાઉન પોલીસ ટીમ

મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી

ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય,તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ

સાવરકુંડલા વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના

પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૩૦૨૫૩/૨૦૨૩, આઇ.પી.સી. ક.૩૭૯ મુજબના ગુન્હાઓના કામે આરોપીને ચોરીના એક મોબાઇલ સાથે આરોપીને પકડી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેકટ કરી ધોરણસર કાર્યવાહી

કરેલ છે.

પકડાયેલ આરોપીની વિગત :

વેદભાઇ બીપીનભાઇ ત્રીવેદી, રહે.સાવરકુંડલા, શીવાજીનગર, પોપટબધા શેરી, તા.સાવરકુંડલા,

જિ.

અમરેલી →રીકવર કરેલ મુદામાલ-

એક VIVO કંપનીનો મોબાઇલ Y-21 4/64 IMEI NO.864690059584790, IMEI NO.864690059584782 જેની કિ.રૂ.૧૧૮૫૫/-

#આરોપીઓને ચોરી કરવાની એમ.ઓ.- આ કામના આરોપીઓ દ્વારા તેની સાથે કારખાનામાં કામ કરતા સુરેશભાઇ હરસોરા પોતાનો મોબાઇલ કારખાને ભુલી જતા રહેલ જે મોબાઇલ આરોપીએ લઇ સ્વીચઓફ કરી સીમ કાર્ડ ભાંગી ફેંકી દઇ ગુન્હો કરે છે.

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એમ.સોની સાહેબ તથા હેડ કોન્સ. ખોડુભાઇ બાબાભાઇ કામળીયા તથા હેડ કોન્સ. રમેશભાઇ બીજલભાઇ સોલંકી તથા પો.કોન્સ. રાજુભાઇ ઘોહાભાઇ મોરી નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટ:- અનિરુદ્ધ ગોસ્વામી

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *