સાવરકુંડલા, વિજપડી, જાફરાબાદ, જેસર, વંડામાં મેડકીલ ઓફિસરની સેવા તેમજ અનેક શિવમંદિરોનું નિમાર્ણ કરનારની વિદાયથી ગોસ્વામી સમાજને મોટી ખોટ પડી.
સમગ્ર ગુજરાત દશનામ ગોસ્વામી સમાજમાં સમુહલગ્નોત્સવ પ્રત્યે જાગૃતતા લાવનાર અને સૌરાષ્ટ્રમાં ગોસ્વામી સમાજના સૌપ્રથમ સમુહલગ્નોત્સવ કરનાર ડોક્ટર ઉમેશગીરી સમજુગીરી ગોસાઈ ઓમકાર હોસ્પિટલ સાવરકુંડલાનું 74વર્ષની વયે નિધન થતાં સમગ્ર ગુજરાત રાજ્ય ગોસ્વામી સમાજ, મેડિકલ ડિપાર્ટમેન્ટ, ડોકટર એસોસિએશન, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ શિવભક્તોમાં ભારે શોક ફેલાઈ જવા પામ્યોછે ડો.યુ.એસ.ગોસાઈ ગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ સૌરાષ્ટ્ર પ્રદેશના ઉપપ્રમુખ તેમજ સોમનાથ ખાતે દશનામ અતિતી ભવનના ટ્રસ્ટી સાવરકુંડલા તાલુકામાં, વિજપડી, જાફરાબાદ સહિત ઘણી બધી જગ્યાએ શિવમંદિરોના નિર્માણ કરી સમાજ અને શિવભક્તોને અર્પેણ કર્યા હતા તેમની ઓમકાર હોસ્પિટલમાં 24 કલાક સતત મોરારીબાપુની શ્રી રામ જય રામ જય જય રામ ની ધૂન ચાલુ રહેતી અને તેમજ દર્દીઓને હેમશા સાવ ઓછા પૈસાથી દવાઓ અને સારવાર આપતા તેમજ ગરીબ મહિલાઓની નિઃશુલ્ક ડિલિવરી કરી આપતા ડો.યુ.એસ.ગોસાઈના પરિવારને મહામંડલેશ્વર મહેન્દ્રનંદગીરી બાપુ, મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી તેમજ ગુજરાત મહામંડળના યુવા પ્રમુખ ક્રુષ્ણગીરી ગોસ્વામી કાનાભાઈ લીંબડી, અમરેલી જીલ્લા હોમગાર્ડ પબ્લિક રિલેશન ઓફિસર અમિતગીરી ગોસ્વામી, સાવરકુંડલા નગરપાલિકા એન્જીનીયર હરેશગીરી ગોસાઈ, દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ પ્રમુખ પ્રકાશગીરી ગોસ્વામી સહિતના ગુજરાત ભરના સાધુ સંતો, રાજકીય, સામાજીક અગ્રણીઓ દ્વારા તેમના પરીવાર સાંત્વના પાઠવવામાં આવી હતી સાવરકુંડલા રિધ્ધિ સિધ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતે આગામી તારીખ.- 05/08ને શનિવારના રોજ સાંજે 4થી6 તેમનું બેસણું રાખેલછે.
અહેવાલ :- અમિતગીરી ગોસ્વામી