દરરોજ સવાર ના જીનાલય માં બહોળી સંખ્યામાં ભાવિકો જીનવાણી નું શ્રવણ કરી રહ્યા છે તથા હાલમાં ચાલી રહેલ શત્રુજય મહાતપ માં તપસ્વીઓ બહોળી સંખ્યામાં તપસ્યા કરી રહ્યા છે તથા ઉલ્લાસ ભેર સોનામાં સુગંધ ફેલાવે તેવો માહોલ જોવા મળી રહયો છે આ તપ છેલલા ત્રણ ઉપવાસ (અઠમ) ના પંચકખાણ વાજતે ગાજતે વ્યાખ્યાન હોલમાં ગુરૂ ભગવંતો પાસે થી લીધા હતા તમામ તપસ્વીઓ સુખસાતામા છે તેમ ભચાઉં થી અગ્રણી મહેશ ભાઈ પી. મહેતા એ જણાવાયું હતું આ તપસ્યાના અનુસંધાને તારીખ૬-૮-૨૦૨૩ ને રવિવાર ના તપસ્વી ઓના પારણાં નો પ્રસંગ રંગે ચંગે ઉજવાસે ઉપરાંત ભવ્યાતિ ભવ્ય શત્રુજય ભવ્યાત્રા તપસ્વીઓ ના પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવશે જેમાં સુપ્રસિદ્ધ ગાયક જૈનમ વારિયા તથા એન્કર ભાવિક શાહ ની ટીમ રમજટ બોલાવશે મોહત્સવ ની તડામાર તૈયારી પૂરી થઈ છે આ પાવન પ્રસંગે મુંબઈ , સુરત તથા કચ્છ માંથી જૈન સમાજ ના આ ઐતિહાસિક પ્રસંગ ના સાક્ષી બનશે એમ મુંદરા થી તપગરછ જૈન સંઘ ના વિનોદ મહેતા ની યાદી માં જણાવાયું છે
અહેવાલ :- ઇમરાન અવાડીયા