લીલીયા મોટા ખાતે આજ રોજ ઉપવાસ આંદોલન સંજય બગડા દ્વારા રખાયું મોકૂફ

લીલીયા મોટા ખાતે આજરોજ ભયંકર ગટર પ્રશ્નને સુખદ સમાધાન લેખિત બાહિધરી આપી હોય માટે આજ રોજ થનાર આંદોલન મોકૂફ રાખવા માં આવેલ

ત્યારે લીલીયા ના ભયન્કર ગટર નો પ્રશ્ન જે હતો અને તેના માટે ઘણી બધી અરજી ઓ લેખિત મા તથા મૌખિક ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયત મા પણ અવાર નવાર આપેલી છેવટે એડવોકેટ સંજય બગડા એ લેખિત અરજીઓ દ્વારા અને પછી ઉપવાસ પર બેસવાની તૈયારી બતાવી ગામહિત માટે આખરે ઉપવાસ ના એક દિવસ અગાવ લીલીયા ટી. ડી. ઓ હેતલ બેન કટારા દ્વારા સંજય બગડા ને બોલાવ્યા અને સાથે સાથે જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભીખા ધોરાજીયા, ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ પરીન ભાઈ સોની,ઉપપ્રમુખ ઘનશ્યામ ભાઈ, પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ ઇમરાન પઠાણ, નીતિન ભાઈ, તથા વેપારી મંડળ, ની સાથે વાટા ઘાટા કરી અને સંજય બગડા એ લેખિત મા બાહેંધરી માંગી અને આખરે ટી. ડી. ઓ હેતલ બેન દ્વારા લેખિત મા બાહેંધરી આપી કે અમે અમરેલી, દામનગર, કુંડલા, થી જેટિંગ મશીનો, પમ્પિંગ મશીનો, માણસો લાવીશું અને લીલીયા મા ગટર ના પશ્નો નું નિરાકરણ કરીશું અને આં આવતી ચાર તારીખ થી ચાલુ કરી દેશું આમાં લીલીયા સરપંચ જીવન ભાઈ વોરા એ પણ સહમતી દર્શાવી તથા અવાનારા મજૂરો ને રહેવા જમવા તથા મશીનરો મા ડિજિલ આપશે. એટલે એડવોકેટ સંજય ભાઈ બગડા ની મહેનત અને ધારદાર રજૂઆત રંગ લાવી જો આવનાર દિવસો માં સંતોષ કારક સફાઈ કામ ન થાય તો કાનૂની પગલાં ભરવા ની પણ સંજય બગડા દ્વારા જણાવવા માં આવેલ છે ત્યારે લીલીયા ચેમ્બર ઓફ કોમર્સ તથા વેપારી ઓ જાગૃત ગ્રામ જનો નો આ તકે સંજય બગડા દ્વારા આભાર માનવા માં આવેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે

રિપોર્ટ:- ઈમરાન પઠાણ, લીલીયા મોટા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *