દ્રારકાનાં મીઠાપુર ગામે ટાટા કંપનીના ગેટ સામે આવેલ ભવ્ય શ્રીચમત્કારી હનુમાન મંદિરે છેલ્લા ઘણા સમયથી શનિવાર અને મંગળવારે કપિ રાજાની પધરામણી થાય છે પણ હમણાં તો છેલ્લા કેટલાક દિવસોથી સાંજ ના મંદિર પર આરતીના એક કલાક પહેલા આવીને હનુમાનજી દાદાની નુ મુર્તિ સામે આવીને બેસી જાયછે જેની વીડીયો લાઇવ સાથે ફોટા ની લાક્ષણિક તસ્વીર
તા.૩૦/૭/૨૦૨૩ ને રવિવારના રોજ કપિ રાજા લાક્ષણિક તસ્વીર સાથે જોઇ શકાયછેઆ ચમત્કારી હનુમાન મંદિરે આ કપિ રાજાના વિશેષ આગમનની ભકતો રાહ જોઈને બેઠા હોય છે. ભકતો કપિરાજાને કેળા કે પછી અન્ય ભોગ સામગ્રી ખવડાવી ને ધન્યતા અનુભવે છે. આ મંદિરે દર શનિવારે નૂતન ધ્વજારોહણ થાય છે અને શ્રધ્ધાળુઓ નું કહેવું છે કે આ ચમતકારી હનુમાન મંદિરે શ્રધ્ધાથી પ્રાથૅના કરો એટલે જીવનમાં હકારાત્મક ચમત્કાર થાય જ છે
રિપોર્ટ:- અનિલ લાલ, દેવભૂમિ દ્વારકા