બોલો ભારત દેશ ગરીબ દેશ છે એમ હવે ભૂલેચુકે પણ ના કહેતા.જે દેશમાં અબજો નહીં પણ ખરવો ખરવો રૂપિયા ચૂંટણી કરવા જીતવા ખર્ચ થતા હોય જે દેશના સાંસદો પોતે કરોડપતિ હોય અને હજુ ઓછું પડતું હોય એમ અબજોપતિ કે ખરવોપતિ બનવા તલપાપડ હોય એ દેશ તો વિશ્વનો સૌથી અમીર દેશ ગણાય
જે દેશના એક ઉદ્યોગપતિ પોતાના પુત્રના લગ્નમાં પ્રિ વેડિંગ આ એક જાતનું પૈસાનું પાણી છે એક જાતનો તમાશો છે જેની કઈ જ જરૂર નથી એવા તમાશામા ભારતમાં કઈ ખરવો ખરવો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પાછા પ્રિ વેડિંગ ભાગ 2 નામે ફ્રાન્સ અને ઇટાલીમાં બીજા ખરવો ખરવોનો ખર્ચ કરી રહ્યા છે જેની કેટલીક તસવીરો બહાર આવતા મન ખીન્ન થઈ ગયુ મુકેશભાઈ એમના ધર્મપત્ની નીતાબેન પુત્ર અંનત અંબાણી અને પુત્રવધુ રાધિકા જેમના લગ્ન છે પુત્રી ઈશા અને જમાઈ સહિત અંબાણી પરિવારના બધા સભ્યોએ આ ખાસ પ્રસંગને યાદગાર બનાવવા ખાસ પ્યોર સોનામાંથી બનાવેલા કપડાં ધારણ કર્યા છે મીડિયા અહેવાલો જણાવે છે કે આ એક વ્યક્તિના ડ્રેસની કિંમત 200 કરોડ આસપાસ છે હવે વિચારો મુકેશભાઈ નીતાબેન રાધિકા અનંત ઈશા જમાઈ માત્ર પાંચ જ વ્યક્તિના માત્ર કપડાનો ખર્ચ જોઈએ તો 1000 કરોડ થવા જાય છે જવેલરી બીજા સાજ શણગારનો મેકઅપનો ખર્ચ અલગ.
હજારો જરૂરીયાતમંદની સેવા કરવાવાલા કરતા પુત્રના પ્રિવેડિંગમા ખરવો ખરવો રૂપિયાનો ખર્ચ કરવાવાલાને આપને ત્યાં વધુ માન સન્માન મળે છે જેમની પાસે પાણીની જેમ વહેવડાવી દેવા જેટલી દોલત હોય એ એમની સંપત્તિનું આવું પ્રદર્શન કરતા રહે છે એમના અધધ ખર્ચવાલા જલસામા દેશવિદેશના ક્રિકેટરો ફિલ્મ સ્ટારો બીજા નામાંકિત સ્ટારો હાજર રહી મુજરો કરે છે
જે દેશના 80 કરોડ લોકોને દર મહિને પાંચ કિલો ઘઉં અને પાંચ કિલો ચાવલ મફત આપવા પડે છે જે દેશના 25 કરોડ લોકોને માત્ર એક જ સમય ભોજન મળે છે બીજા સમયનું ભોજન એમના નસીબમા નથી જે દેશમાં પરિવારનો મોભી બેકારી મોંઘવારી અને દેવાના કારણે સામુહિક આત્મહત્યા કરતો હોય જ્યા જગતનો તાત ગણાતો ખેડૂત કંટાળીને આત્મહત્યા કરી દેતો હોય જ્યા ફૂટપાથ પર પુલ નીચે સુતેલા ગરીબ મજબુર બેસહારા લોકો નશો કરેલા શ્રીમંત નબીરાની ભૂલનો ભોગ બની જાન ગુમાવતા હોય જ્યા કેટલાક શ્રમીકો માટે જાહેર શોચાલય જ નહાવા ધોવા માટે પર્યાપ્ત હોય એ દેશમાં સંપત્તિનું આવું ખરાબ પ્રદર્શન કેટલું વાજબી ગણાય
યાદ રહે આ પ્રિ વેડિંગ ભાગ બે છે હજુ લગ્ન અને રિસેપ્શન બાકી છે જોજો આગળ હજી કેટલા ખરવો ખરવો રૂપિયાનો ફટાકડાની જેમ ધુમાડો થાય છે
ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા