શ્રી વાસુપૂજ્યસ્વામીની ધ્વજા તેમજ સંપૂર્ણ દિવસના સાધર્મિક ભક્તિનો લાભ માતુશ્રી કુંવરબેન મૂલચંદભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર (માધાપર-અંજાર) એ લીધો.
19 વર્ષ બાદ સાધુ – સાધ્વી – શ્રાવક અને શ્રાવિકા (ચતુર્વિધ સંઘ) સાથે ધ્વજારોહણ નો પ્રસંગ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવાયો.
માંડવી તા. ૧૮/૦૫
ભુજ તાલુકાના ડગાળા – અમૃતાનગરે શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલયની 19 ની ધ્વજારોહણ ભક્તિ ભાવપૂર્વક રંગે ચંગે ઉલ્લાસભેર તા. 15/05 ને બુધવારના સંપન્ન થયો હતો.
શ્રી વાસુપૂજ્યસ્વામીની ધ્વજા તેમજ સંપૂર્ણ દિવસના સાધર્મિક ભક્તિનો લાભ મુલચંદભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર (માધાપર – અંજાર) એ લીધો હતો. 19 વર્ષ બાદ સાધુ – સાધ્વી – શ્રાવક અને શ્રાવિકા (ચતુર્વિધ સંઘ) સાથે ધ્વજારોહણનો પ્રસંગ ભક્તિ ભાવપૂર્વક ભવ્યાતીભવ્ય રીતે ઉજવાયો હોવાનું ડગાળા જૈન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ મુલચંદભાઈ મહેતા અને પુર્વ ટ્રસ્ટી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.
પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય અનંતયશ સુરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અનંતસિદ્ધવિજયજી મહારાજ સાહેબ (ડગાળા ના વતની) અને અનંતશ્રૃત વિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્ય સાધ્વીજી શ્રી ભદ્રગુપ્તાશ્રીજી મહારાજ સાહેબ આદીઠાણાની પાવન નિશ્રામાં તા.15/05 ને બુધવારના સવારના સતરભેદી પૂજા વિધિકાર સુરેશભાઈ ગઢેચાએ ભણાવી હતી. કિશોરભાઈ સંઘાર (માંડવીવાલા) ના ગ્રુપે સંગીતના સથવારે માતુ શ્રી કુંવરબેન મૂલચંદભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર (માધાપર – અંજાર) એ શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલયની ધ્વજા ચડાવી હતી.
શાંતિનાથ દાદા ની ધ્વજા અને મણીભદ્ર વીર દાદા ની ધ્વજા (બે ધ્વજાનોલાભ) ગાંધી મોણશીભાઈ કસ્તુરભાઈ એ, અજીતનાથ દાદા ની ધ્વજી અને પદ્માવતી દેવીની ધ્વજા (બે ધ્વજાનો લાભ) મહેતા મગનલાલ નાગજીભાઈ પરિવારે, આરતી – મંગલદીવો અને શાંતિકળશ (ત્રણેય લાભ) મુલચંદભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર એ લીધા હતા. આવતીસાલની શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયની ધ્વજાનો લાભ માતુ શ્રી જયાબેન અમૃતલાલ હેમચંદ પરિવારે લીધો હતો.
બુધવારના સવારના 7 વાગ્યે સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોનું ભવ્યાતીભવ્ય સામૈયું નીકળેલ હતું. જેમાં જૈનેતરો સહિત બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
ડગાળા અમૃતાનગરમાં માત્ર (5) પાંચઘર જૈનો ના ખુલ્લા હોવા છતાં પણ ધ્વજારોહણ ના પ્રસંગે માંડવી, ભુજ, માધાપર, વર્ધમાન નગર, અંજાર, ભચાઉ, લોડાઈ, સુરત અને મુંબઈથી 350 થી વધારે વતનપ્રેમી ઓ માદરેવતન ડગાળા પધાર્યા હતા.
પરમ પૂજ્ય અનંતસિધ્ધ વિજયજી મહારાજ સાહેબ (ડગાળાના વતની) એ ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે, જિનાલયની ધ્વજા લક્ષ્મીને સુકૃત જગ્યાએ વાવેતર કરવાનો પ્રસંગ છે. આયુષ્યનો કોઈ ભરોસો નથી તેથી સુકૃત કાર્યો કરવા જોઈએ. મહારાજ સાહેબે મૂંગા પશુઓ માટે જીવદયા માટે ટહેલ નાખતા સ્થળ ઉપર જ દાતાઓ મન મૂકીને વરસ્યા હતા અને માત્ર 15 મિનિટમાં 75000/-(પંચોતેર હજાર) રૂપિયા ભેગા થયા હતા. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પણ ધ્વજારોહણના પ્રસંગે 1 ગાડી લીલાચારા નું નિરાણ કર્યું હોવાનું ડગાળા જૈન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અને પુર્વ ટ્રસ્ટી દિનેશભાઈ શાહ (મહેતા)એ જણાવ્યું હતું.
ચતુર્વિધ સંઘ ની ઉપસ્થિતિમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ડગાળા જિનાલયના પૂજારી દીપસિંહ રાઠોડની 16 વર્ષની દીકરી ઈશિતાએ મનફરા ગામે 47 દિવસના ઉપધાનતપની આરાધના કરવા બદલ અને માત્ર 9 વર્ષની ખુશી દિનેશભાઈ હીરાલાલ મહેતાએ પાલીતાણામાં 99 યાત્રા કરવા બદલ ડગાળા જૈન સંઘે તેમનું સન્માન કર્યું હતું.
ચાંદ્રોડામાં મહારાજ સાહેબની વૈયાવચ્યની સેવા કરનાર ગગુભાઈ આહીર અને હિતેન્દ્રગિરી તેમજ ધનપ્રભા વિહારધામમાં વૈયા વચ્યની સેવાકાર બાપુનો પણ સંઘે સન્માન કર્યું હતું. ડગાળા ગામના સરપંચ વિરમભાઈ, પૂર્વ સરપંચ માવજીભાઈ આહીર અને જિલ્લા પંચાયતના સભ્ય ડાયાભાઈ આહીર નું પણ ડગાળા જૈન સંઘે સન્માન કર્યું હતું. જિનાલયનું નિર્માણ કરનાર સંજયભાઈ સોમપુરા નું પણ અભિવાદન કરાયું હતું.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન જીતુભાઈ એ. મહેતા, સંજયભાઈ દેવજી મહેતા, રમેશભાઈ મુલચંદભાઈ મહેતાએ કરેલ હતુ જ્યારે સંઘના પ્રમુખ પ્રવીણભાઈ મહેતાએ આભાર વિધિ કરી હતી. જયંતીલાલભાઈ મહેતા, વાડીલાલભાઈ મહેતા તેમજ યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
માતુ શ્રી કુંવરબેન મૂલચંદભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર (માધાપર અંજાર) એ ત્રણે ટાઈમ સાધર્મિક ભક્તિ ખૂબ જ સારી રીતે કરી હતી. ટેબલ ખુરશી ઉપર સાધર્મિક ભક્તિ કરી હતી અને બુફેનો ત્યાગ કર્યો હતો.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા