માંડવી, તા. ૨૨
૭ર જિનાલય મહાતીર્થ તથા શ્રી જય જિનેન્દ્ર ભકિત મંડળ માંડવી આયોજીત, માંડવી થી ૭૨ જિનાલય છ ગાઉ ભાવ પદયાત્રા ભકિતભાવ પૂર્વક રંગેચંગે તા. ૨૨-૩ ને શુક્રવારના સંપન્ન થઈ હતી.
અચલગચ્છ જૈન સંઘના પૂ. ભાગ્યોદયસાગર મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં ૧૬૨ ભાવિકો માંડવી થી ૭૨ જિનાલય પદયાત્રામાં જોડાયા હતા.
માંડવી થી ૭૨ જિનાલય ભાવ (પદ) યાત્રાના લાભાાર્થી રંજનબેન વિરસેનભાઈ વસા માંડવી-વડોદરા હસ્તે ભારતીબેન પ્રબોધભાઈ સંઘવી માંડવી હતા. જયારે ૭૨ જિનાલયમાં નવકારથી તથા બપોરની સાધર્મિક ભકિતના દાતા શ્રી ચાંપશી પદમશી શાહ પરિવાર મેરાઉ-ગાાંધીધામ-વડોદરા હતા.
તા. ૨૨-૩ ને શુક્રવારના સવારના ૫.૩૦ કલાકે, શ્રી મહાવીર સ્વામી જૈન દહેરાસરમાં પૂ. ભાગ્યોદય સાગર મ. સાહબે સામૂહિક ચૈત્યવંદન કરાવી. શાશ્વતા-ગરવા ગિરિરાજની ફાગણ સુદ – ૧૩નો મહિમા સમજાવ્યો હતો. માંડવી થી ૭૨ જિનાલય ભાાવ (પદ) યાત્રાના લાભાર્થી રંજનબેન વિરસેનભાઈ વસા માંડવી-વડોદરા હસ્તે ભારતીબેન પ્રબોધભાઈ સંઘવી એ સન્માનનો લાભ પ્રવિણભાઈ ચુનીલાલ સંઘવી પરિવારે એ લીધો હોવાનું માંડવી ના જૈન અગ્રણી જયેશભાઈ શાહ અને દિનેશભાઇ શાહે જણાવ્યું હતું.
શ્રી જયેશભાઈ આર. શાહ (જેઆરડી), શ્રીમતી હાર્દિકાબેન પ્રદિપભાઈ શાહ (અમેરિકા), માતુશ્રી ચાંદુબેન પોપટલાલ પટવા પરિવાર (હસ્તે નલિનભાઈ પટવા), જૈન જાગૃતિ સેન્ટર માંડવી, જય જિનેન્દ્ર ભકિત મંડળ-માંડવી, સ્વ. સંઘવી માનવંતીબેન નારાણજી (હસ્તે હાર્દિક નિલેશભાઈ સંઘવી) અને જય જિનેન્દ્ર ભકિત મંડળ,જાગેશભાઈ વિરસેનભાઈ વસા હસ્તે રંજનબેન વિરસેનભાઈ વસા તરફથી-ભુજના બહેનો તરફથી માંડવીથી ૭૨ જિનાલય વચ્ચે જુદી જુદી જગ્યાએ પ્રભાવના કરવામાં આવી હતી.
દાદાવાડી મધ્યે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના દેવ-વંદન ભાવિકોએ કર્યા હતા. જયારે જૈન આશ્રમ મધ્યે શ્રી શાંતિનાથ પ્રભુજીના દર્શન તથા જૈન આશ્રમના આશ્રિતોને પેંડાની પ્રભાવના, ચંપકબેન વલ્લભજી સંઘવી (હસ્તે જયશ્રીબેન રાજેન્દ્રભાઈ ભાછા) તરફથી કરવામાં આવી હતી.
૭૨ જિનાલય મધ્યેથી ગીરીશભાઈ સૈયા, ગીરીશભાાઈ રાંભીયા, રમણીકભાઈ ગોગરી, ભરતભાઈ ગુમા, રોહિતભાઈ સાવલા, વિગેરેએ પદયાત્રી સંઘનું ઢોલ-નગારાના સામૈયા સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ૭૨ જિનાલયમાં પૂજય પ્રવર્તક મલયસાગરજી મ.સા., પૂજય રત્નાકરસાગરજી મ.સા., પૂજય ભાગ્યોદયસાગરજી મ.સા., આદિ ગુરૂભગવંતો તથા સાધ્વીજી ભગવંતો એ દર વર્ષે થતી શાશ્વતા ગરવા ગિરિરાજની પદયાત્રાનું મહત્વ વિગતે જણાવ્યું હતું.
૭૨ જિનાલય પહોંચીને નવકારશી કર્યા બાદ નિર્માણ પામેલા દેવકીષટ નંદન-ઉલ્કાજળ-અજિત શાંતિ દેરી-ચિલણ તલાવડી–સુવર્ણગુફા-ભાડવો ડુંગર-સિદ્ધવડ-આદિની આબેહુબ રચનાની પૂ. સાધુ-સાધ્વી સહ (ચૈત્ય વંદના) ૭૨ જિનાલયની પ્રદશિક્ષા ભાવિકોએ કરી હતી. પ.પૂ. જયોતિષ પ્રભાશ્રીજી મ.સા.ના પરિવારજનો દ્વારા રાખવામાં આવેલ પાલનો ભાવિકોએ લાભ આપેલ હતો. તેમજ વૈભવભાઈ, મયુરભાઈ છેડા, રાજીવભાઈ સંગોઈ, કિશોરભાઈ, હીરાવંતીબેન પ્રાણજીવનભાઈ છેડા તરફથી પ્રભાવના કરવામાં આવેલ હતી. તેમજ સંઘમાતા માતુશ્રી તારાબેન હિંમતલાલ દામજીભાઈ વોરા-અંજાર હા. ભાવેશભાઈ વોરા, સાધનાબેન વોરા તરફથી પ્રભાવના કરવામાં આવેલ. સંઘપતિઓના સન્માન તથા ૭૨ જિનાલયના ટ્રસ્ટ વતી મેનેજરનું દાતા પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવેલ હતું.
ચાંપશી પદમશી શાહ પરિવાર વતી રમણીકભાઈ ગોગરી તથા ગીરીશભાઈ સૈયાનું ભાવ પદયાત્રા સંઘના દાતા પરિવાર રંજનબેન વતી ભારતીબેન તથા પ્રબોધભાઈ સંઘવીએ સન્માન કર્યું હતું. જય જિનેન્દ્ર ભકિત મંડળ વતી દાતા પરિવારનું સન્માન કરાયું હતું. પદયાત્રા સંઘને સફળ બનાવવા પરેશભાઈ સંઘવી, પ્રવિણભાઈ સંઘવી, વિરલભાઈ શાહ, લહેરીભાઈ શાહ, મયુરભાઈ શાહ, જયેશભાઈ શાહ, વિરલભાઈ શાહ, અરવિંદભાઈ ગાલા, ભરતભાઈ શાહ, રાજુભાઈ ભાછા, દિનેશભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ મહેતા, પ્રબોધભાઈ સંઘવી વિગેરે ભકિત મંડળના તમામ સભ્યો એ જહેમત ઉઠાવી હતી.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા