ભુજ તા. 26-2-2024
અકશા ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા મુસ્લિમ સમાજનાં ધો. 10 અને 12માં ઉતિર્ણ થયેલ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન આપવા એક બહુમાન સમારંભ એકમ ભવન ભુજ મધ્યે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાના મુખ્ય મહેમાનપદે તથા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિનાં પૂર્વ પ્રમુખ શ્રી હાજી ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા, લંગા જૂથ યેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી હાજી મહમદ ગનીભાઇ દાફરાની, સુન્ની મુસ્લિમ હિતરક્ષક ઉપપ્રમુખ શ્રી હાજી ઇસ્માઇલ લાડકા, મુસ્લીમ હાઇસ્કુલ ભુજનાં આચાર્ય શ્રી જુસબખાન ટાંક, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, કુમારી જ્યોતિબેન ભટ્ટ, કચ્છ જીલ્લા ભાજપ લઘુમતી મોરચા અધ્યક્ષ અમદભાઇ જત, સામાજીક અગેવાન શ્રી અયુબભાઇ રાજા, મુસ્લિમ અગ્રણી હાજી અલીમામદભાઇ હિંગોરજા, પૂર્વ નગરસેવક મુસ્તાક હિંગોરજા, નુરમામદ સુરંગી, નુરમામદ કુરેશી તથા ઇકબાલભાઇ ચાકીના અતિથિવિશેષપદે યોજાયો હતો.
પ્રારંભે કુરાને શરીફની આવેત શ્રી અરીફભાઇ ખત્રીએ કરી હતી. અકશા ટ્રસ્ટનાં ઉપપ્રમુખ કુલસુમબેન ક્ષમાએ મહેમાનોને મીઠડો આવકાર અપ્યો હતો.
સમારોહ મુખ્ય મહેમાનપદેથી ઉદ્દબોધન કરતાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, સમાજનાં દીકરા-દીકરીઓએ સમાજને ગૌરવ અપાવ્યું છે. આયોજક અકશા ચેરીટેબલ ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા.
હાજી ઇબ્રાહિમભાઇ હાલેપોત્રાએ જણાવ્યું હતું કે, ધો-10 અને 12 ના તેજસ્વી તારલાઓને સન્માન કરી તેઓને પ્રોત્સાહન અકશા ચેરિટેબલ ટ્રસ્ટે પુરું પાડ્યું છે. મુસ્લિમ સમાજમાં પણ શિક્ષણનું સ્તર ઘણું ઊંચુ આવ્યું છે. જેમાં દીકરીઓ પણ પાછળ નથી.
માનવજ્યોતના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, દરેક સમાજની પ્રગતિ માટે શિક્ષણ મહત્વનું છે. સમાજના વિકાસ માટે પણ શિક્ષણને જરૂરી ગણાવ્યું હતું.
કુમારી જ્યોતિબેન ભટ્ટે જણાવ્યું હતું કે, અજના યુગમાં નારીશક્તિ પ્રગતિના પંથે છે. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મુસ્લિમ સમાજની દીકરીઓ જે ધો. 10 અને 12 માં 60 થી 70 ટકા માર્કસ મેળવી સમાજને ગૌરવ અપાવ્યું છે.
મુસ્લિમ હાઇસ્કુલ ભુજનાં આચાર્ય જુસબખાન ટાંકે જણાવ્યું હતું કે, પાયાથી અપાતું મજબૂત શિક્ષણ પ્રગતિના સોપાનસર કરાવે છે. વિદ્યાર્થીઓનાં માતા-પિતા પણ પોતાનાં સંતાનો પ્રત્યે જાગૃત બની દીકરા-દીકરીઓને વધુને વધુ શિક્ષણ આપે.
સમાજના તેજસ્વી તારલાઓને મેડલ તથા પ્રમાણપત્ર અર્પણ કરી મહાનુભાવોનાં વરદ હસ્તે સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમનું સંચાલન રફીકબાવાએ જયારે આભારવિધિ અશરફભાઇ જરીયાએ કરેલ વ્યવસ્થામાં રફીક બાવા. કુલસુમબેન સમા, નુરમામદ સુરંગી, ઓસ્માણ ગની કુંભાર, આરીફ ખત્રી. મુજબ મેમણ, અસરફ જેરીયા, સાહીલ સંગાર, મહમદહુસેન બાયડ, રહીમભાઇ પટણી, અબાસ કુંભારે સહયોગ આપ્યો હતો.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા