તા:- ૧૨/૦૫/૨૦૨૫ ના રોજ બુદ્ધ પૂર્ણિમા ના શુભ દિવસે રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પલેક્ષ દ્વારા ડો બાબા સાહેબ આંબેડકર ભવન ગાંધીધામ મધ્યે પ્રમુખશ્રી માલસીભાઇ ડી પરમાર દ્વારા તમામ સમૂહ લગ્નમાં જોડાયેલા જોડકા ધર્મગુરુઓ સંત મહાન તો અને મહેમાનોનું પ્રવચન દ્વારા સ્વાગત કરવામાં આવેલ ચિત્રોડ ગુરુ ગાદી ત્રિકમ સાહેબ ની જગ્યા ના મહંત પરમ પૂજ્ય આત્મહંસ બાપુ ના સાનિધ્ય માં તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ જીલ્લા ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ના અધ્યક્ષ સ્થાને,સંતો મહંતો ધર્મગુરુઓ,સામાજિક આગેવાનો રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ માં ૨૦ જેટલા નવ યુગલો એ પ્રભુતા માં પગલાં પાડી લગ્ન જીવન ની શુભ શરૂઆત કરી હતી*
*કાર્યક્રમ ની શરૂઆત સંતો મહંતો ના આશિર્વચન થી કરવામાં આવી હતી સમૂહ લગ્ન સમિતિ દ્વારા પધારેલ સર્વે સંતો – મહંતો,સામાજિક- રાજકીય મહાનુભાવો,વાગડ પ્રાંત રાપર તાલુકા ના તમામ ગામના નાત ના આગેવાનો તેમજ આ સમૂહ લગ્ન ને સફળ બનાવવા માટે જેમને ૧ લાખ થી લઈ ને ૫૧૦૦ રૂપિયા સુધી નું દાન સ્વરૂપે જે સહયોગ આપેલ છે તેવા દાતા શ્રીઓ નું પુષ્પગુચ્છ,સન્માન પુષ્પ,શાલ ઓઢાડીને સન્માનિત કરીને આવકાર્યા હતા*
*સંત શ્રી ત્રિકમ સાહેબ જગ્યાંના મહંત શ્રી આત્મ હંસ બાપુ એ આશિર્વચન આપતા જણાવ્યું હતું કે સમૂહ લગ્ન થકી સમાજ માં લગ્ન પાછળ થતા ખોટા ખર્ચા બંધ થાય છે તો દરેક યુવાનો ને વ્યસન થી દૂર રહેવા અને શિક્ષણ માં સમાજ ખૂબ આગળ વધે તેમજ સમાજ માં વર્ષો થી ચાલી આવતી ઘૂઘંટ પ્રથા નાબૂદ થાય તે માટે ભાર મૂક્યો હતો અને નવ યુગલો ને આશીર્વાદ પાઠવતા સાથે દરેક કન્યાઓને પ્રતીક ભેટ સ્વરૂપે ચાંદી ની નોટ પ્રસાદી સ્વરૂપે અર્પણ કરી હતી*
*આ પ્રસંગે ચિત્રોડ જગ્યા ના મહંત આત્મહંસ સાહેબ,સાધ્વી રાજેશ્વરી માતાજી,રાજગર બાપુ,નીલેશ્વરી માતાજી,મંગલમ બુદ્ધિસ્ટ રામજીભાઈ માંગલિયા સાથે સંતો મહંતો ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા*
*સમારંભ ના મુખ્ય મહેમાન કચ્છ જીલ્લા ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સમૂહ લગ્ન જેવું ભગીરથ કાર્ય કરવા બદલ સમૂહ લગ્ન સમિતિ ની સમગ્ર ટીમ ને અભિનંદન સાથે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે સમૂહ લગ્ન થકી સમાજ એક તાતણે બંધાય છે તો સમૂહ લગ્ન માં પ્રભુતા માં પગલાં પાડતા દરેક નવ યુગલો ને શુભ લગ્ન જીવન ની શુભકામના પાઠવી હતી તો બીજી તરફ દરેક વાલીઓને રાજ્ય સરકાર ની યોજના કુંવર બાઈ નું મામેરૂ નો લાભ લેવા અપીલ કરી હતી વધુ માં જણાવ્યું હતું કે આવનાર સમય માં ગાંધીધામ મધ્યે ગુર્જર મેઘવાળ સમાજ ની સમાજવાડી બને તે માટે જરૂરી તમામ પ્રયાસો કરી જરૂરી સાધનિક કાગળો ત્યાર કરી સમૂહ લગ્ન સમિતિ ને ફાઇલ મોકલવા જણાવ્યું હતું અને તે માટે સાંસદ નિધી ભંડોળ માંથી જરૂરી ગ્રાન્ટ ફાળવવા પણ જાહેરાત કરી હતી*
*સમારંભ ના આમંત્રિત મહેમાનશ્રીઓ તમેજ પધારેલ રાજકીય મહાનુભાવોમાં રાપર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના સુપુત્ર શ્રી કુલદીપસિંહ જાડેજા, જીલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય,રાપર કોંગ્રેસ ના આગેવાન શ્રી ભચુભાઈ આરેઠીયા,ગુજરાત કામદાર સંગઠન ના ચેરમેન શ્રી ભરતભાઈ સોલંકી,સૌ આગેવાનો એ નવ દંપતીઓને તમેજ સમૂહ લગ્ન સમિતિની ટીમ ને આ ભગીરથ કાર્ય કરવા બદલ અભિનંદન સાથે શુભકામના પાઠવી હતી*
*રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા સમૂહ લગ્ન સમિતિ ને રૂપિયા ૫૧૦૦૦ નો સહયોગ આપેલ સાથે કચ્છ જીલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય દ્વારા પણ રૂપિયા ૫૧૦૦૦ નો સહયોગ આપેલ આ અવસરે મુંબઈ થી દરેક દીકરીઓને આશીર્વાદ આપવા પધારેલા ઉધોગપતિશ્રી અને રૂપિયા ૫૧૦૦૦ ના દાતા શ્રી ભચુભાઈ આરેઠિયા દ્વારા દરેક કન્યા ઓ ને ગિફ્ટ કીટ નું વિતરણ કરી દરેક દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા*
*રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પલેક્ષ ના પ્રમુખ માલશીભાઈ પરમારે તેમજ સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ શ્રી મોમાયાભાઈ ગોહિલે સમૂહ લગ્ન માં ખંભે થી ખંભો મિલાવી ને રાત દિવસ જોયા વગર મહેનત કરતા સમૂહ લગ્ન ની દરેક સમિતિના દરેક સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા અને સફળ આયોજન બદલ આ ટીમ ને બિરદાવી હતી
*કચ્છ જીલ્લા ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા,જીલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય,રાપર વિધાન સભાના ધારાસભ્ય શ્રી વીરેન્દ્ર જાડેજા ના સુપુત્ર અને ભચાઉ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપ સિંહ જાડેજા (રાજાભાઈ),ગુજરાત કે કે સી ના ચેરમેન ભરતભાઈ સોલંકી,કેપ્ટન સંતોષ કુમાર ડારોલકર,ગાંધીધામ તાલુકા પંચાયત ના સતા પક્ષ ના નેતા મીઠીબેન સોલંકી,ગાંધીધામ શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ પરમાર,મહામંત્રી મનોજભાઈ મૂલચંદાણી,રાપર નગર પાલિકા ના ઉપપ્રમુખ શ્રી બબીબેન સોલંકી,રાપર નગર પાલિકા ના કાઉન્સિલર શ્રી રસીલાબેન રમેશભાઈ ચાવડા (વતી રમેશભાઈ ચાવડા યુવા એડવોકેટ શ્રી) ગુજરાત પ્રદેશ મહેશ્વરી મેઘવાળ સમાજ ના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી,રાપર શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ રાઠોડ,પ્રાથળ મેઘવાળ સમાજના પ્રમુખ શ્રી મહેશભાઈ બગડા,અખિલ કચ્છ ગુર્જર મેઘવાળ સમાજ ના ઉપપ્રમુખ વીરાભાઇ સોલંકી, વાગડ ચોવીસી ગુર્જર મેઘવંશી સમાજ સુધારણા સંગઠન ના પ્રમુખ શ્રી મુકેશભાઈ પરમાર,ઉપપ્રમુખ શ્રી આંબાભાઈ મકવાણા,પૂર્વ પ્રમુખ શ્રી બી.એચ.ચાવડા,મુન્દ્રા નગરપાલિકા ના ચેરમેન હરિભાઈ ગોહિલ ,મંગાભાઈ ગોહિલ, ગાંધીધામ કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ જીવરાજભાઈ મહેશ્વરી,મેઘવાળ સમાજ ના આગેવાન ડાયાલાલ ગોહિલ,છગન ભાઈ ગરવા,નરેન્દ્રભાઇ સોલંકી,નાનજીભાઈ આર પરમાર,રામજીભાઈ પરમાર,મહાદેવભાઈ ઘેયડા,લક્ષ્મણભાઈ બી સોલંકી,જોગાભાઈ ગોહિલ, ઉપસ્થિત રહ્યા હતા*
*રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પલેક્ષ ના પ્રમુખ માલશીભાઈ પરમાર,ગાંધીધામ સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ મોમાંયાભાઇ ગોહિલ તેમજ તેમની સમગ્ર ટીમ રામજીભાઈ મૂછડિયા,પ્રવિણભાઇ વાઘેલા, અરજણભાઈ ધેયડા,કાંતિલાલ ચૌહાણ,રમેશભાઈ સોલંકી,પ્રવિણભાઇ રવાણી,કમલેશભાઈ ધવડ,રમેશભાઈ ધેયડા, મનજીભાઈ ગોહિલ,દિલીપભાઈ ભટી,શામજીભાઈ ગોહિલ,ભરતભાઈ ધેયડા, અમરતભાઈ પરમાર,આંબાભાઈ મેરિયા,ગાભાભાઈ ગોહિલ,દાદાભાઈ દાફડા, બાબુભાઈ ગોહિલ,મુકેશભાઈ સોલંકી,ખુમાણભાઇ સોલંકી,મહાદેવભાઈ સોલંકી,કાંતિભાઈ ડી સોલંકી,હીરાભાઈ સોલંકી,પરબતભાઇ સોલંકી,પાંચાભાઈ સોલંકી,કાંતિભાઈ એમ સોલંકી,વીરાભાઇ કે ગોહિલ, સંજય ભાઈ મૂછડિયા,શંભુભાઈ પરમાર,ધીરજ મૂછડિયા,વાલજીભાઈ સોલંકી,વશરામભાઇ સોલંકી,અમરશીભાઇ સોલંકી,તમાશીભાઈ સોલંકી,નથુભાઈ ગોહિલ,હરેશભાઈ ચૌહાણ,અમરતભાઈ બોરાના, દેવજીભાઈ મકવાણા,નરેશભાઈ પરમાર,લાલજીભાઈ સોલંકી,પરેશ રામજીભાઈ ગોહિલ,મોહનભાઈ ગોહિલ,નાનજીભાઈ આર પરમાર,હરેશભાઈ ગોહિલ,ડાયાભાઈ ગોહિલ,કિરણભાઈ બગડા, પાંચા ભાઈ ગોહિલ,ખુમાણ કે સોલંકી,હરખભાઈ પઢિયાર,કાંતિભાઈ જી પરમાર,ખુમાણભાઇ કે સોલંકી,મોંઘાભાઇ સોલંકી,મહેશભાઈ વાઘેલા,પંકજભાઈ પરમાર,વિનોદભાઈ પરમાર,શિવલાલ ગરવા,સવજીભાઈ પરમાર,નરેશ ધેયડા,પ્રેમ કુમાર ચૌહાણ, બાબુભાઈ ભટી,પરબત પરમાર,રાજુભાઈ બોરાના,રમેશભાઈ ગોહિલ,કમલેશ ભટી,કાનાભાઈ ભટી,રાજુભાઈ વાઘેલા,ભરતભાઈ વાઘેલા,છગનભાઈ મેરિયા,રણછોડભાઈ પરમાર,પુનાભાઈ ચાવડા,રમેશભાઈ મકવાણા,ધીરજભાઈ પરમાર,વશરામભાઇ ગોહિલ,ભીમજીભાઈ ચૌહાણ,મોહનભાઈ પરમાર, વરજંગ ભાઈ મેરિયા,કમલેશ ધેયડા,રણમલભાઇ ચૌહાણ,બાબુભાઈ બોરીચા,બાબુભાઈ પરમાર,શામજીભાઈ પરમાર,હિતેશ ગોહિલ,રાજુભાઈ પરમાર,દાનાભાઈ પરમાર,હસમુખ મૂછડિયા, બાબૂભાઈ બોરાના, ભચુભાઈ પરમાર,તેજાભાઇ પારેઘી,નમેરીભાઇ મૂછડિયા, રાયમલભાઈ મેરિયા,રામજીભાઈ પરમાર,પરબતભાઇ સોલંકી,જેમલભાઈ પરમાર,શામજીભાઈ સોલંકી,મહાદેવ ભાઈ પરમાર,રાહુલ ગોહિલ,રવજીભાઈ વાઘેલા,મુકેશ ચાવડા,ગણપતભાઇ ચૌહાણ, આણંદા ભાઈ સોલંકી,છગનભાઈ મેરિયા,દેવશીભાઈ ધવડ, ફકીરા ભાઈ દાફડા, દજાભાઈ મેરિયા,ઉપરોક્ત સમૂહ લગ્ન સમિતિ ના સભ્યોએ તેઓને સોંપેલ વિવિધ સમિતિ ઓની જવાબદારી ખૂબ જ સારી રીતે સંભાળી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ રવાણી, અમરતભાઈ પરમાર,મહેશભાઈ વાઘેલા,પંકજભાઈ પરમાર સાથે વિનોદભાઈ પરમાર એ કર્યું હતું તેવું રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પલેક્ષ ના પ્રમુખ માલશીભાઈ પરમાર તેમજ સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ મોમાયાભાઈ ગોહિલે જણાવ્યું હતું
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા