રમણીય સમુદ્ર કાંઠે વસેલા માંડવી નગરે આધ્યાત્મિક ઉર્જા સાથે સંસ્કારો ની સુગંધ થી સુશોભિત ત્રિવેણી ઉત્સવ દબદબાભેર ઉજવાશે

27 મી જૂન ને શુક્રવારના રોજ મહા મંગલકારી ચાતુર્માસ પ્રવેશોત્સવ ઉજવાશે.

—————————————–

ચાતુર્માસ પ્રવેશ સાથે નૂતન ઉપાશ્રય નું ઉદ્દઘાટન પણ થશે.

—————————————–

માંડવી,તા. 23/06/2025

રમણીય સમુદ્ર કાઠે વસેલા માંડવી નગરે આધ્યાત્મિક ઉર્જા સાથે સંસ્કારોની સુગંધ થી સુશોભિત ત્રિવેણી ઉત્સવ દબદબાભેર ઉજવાશે.

27મી જૂન ને શુક્રવાર ના રોજ મહા મંગલકારી ચાતુર્માસ પ્રવેશોત્સવ ઉજવાશે. ચાતુર્માસ પ્રવેશ સાથે માંડવીના મહાવીર સ્વામી જિનાલય પાસે નિર્માણ પામેલ નૂતન ઉપાશ્રયનું ઉદ્દઘાટન પણ થશે.

14 મી જુલાઈ ને સોમવાર થી 46 દિવસનો રત્નમયી તપ નો શુભારંભ થશે. આ તપ દર્શન- જ્ઞાન-ચારિત્રની આરાધના સ્વરૂપ છે. આ તપ માં પહેલે અને છેલ્લે છઠ અને ઉપવાસના પારણે બ્યાસણા ની આરાધના થનાર હોવાનું માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

આ વર્ષે માંડવી તપગચ્છ જૈન સંઘને આત્મહિત દેશક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તીર્થ ભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય મુનિરાજ તીર્થ રશ્મિ વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા-3 (ત્રણ )તથા સાધ્વીજી ભગવંત શ્રી જિન દીક્ષા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા -2 (બે) ના ચાતુર્માસ નો લાભ મળેલ છે.

અષાઢી બીજ ને તા.27 /6 ને શુક્રવારના રોજ સવારના 6:45 કલાકે, ન્યાય કોર્ટ પાસેથી, માંડવી ના પાંચે ગચ્છ નું વાજતે-ગાજતે ભવ્યાતિભવ્ય સામૈયું નીકળશે.

સામૈયા બાદ સવારના 7:25 કલાકે, માંડવી ના આંબા બજાર ના ઉપાશ્રયમાં સાધુ ભગવંતો નો પ્રવેશ થશે.ઉપાશ્રયમાં પ્રવેશ બાદ ચતુર્વિધ સંઘ સાથે નૂતન ઉપાશ્રય ના ઉદ્દઘાટન અને માંગલિક શ્રવણ માટે સૌ જાશે.

માંગલિક, ઉદ્દઘાટન અને ગુરુ પૂજન અને કામળી ના ચડાવા બાદ સવારના 9:00 કલાકે જૈનપૂરી મધ્યે પધારેલા મહેમાનો, દાતાશ્રીઓ અને શ્રી તપગચ્છ જૈન સંઘ ની નવકારશી નો કાર્યક્રમ યોજાશે.

નવકારશી બાદ જૈન પુરીના એ.સી. હોલ મધ્યે 10:00 વાગ્યે દાતાશ્રીઓ ના સન્માન નો કાર્યક્રમ યોજાશે. સન્માન ના કાર્યક્રમ બાદ બપોરના 1:00 વાગ્યે જૈનપુરી માં પાંચે ગચ્છ ના સ્વામિવાત્સલ્ય નો કાર્યક્રમ યોજાશે.

ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પાંચે ગચ્છના આયંબિલ નો કાર્યક્રમ આયંબિલ શાળામાં યોજાશે. જેમને આયંબિલ કરવાની ભાવના હોય તેમણે તા. 25 /6 ને બુધવારના સવારના 11:00 વાગ્યા સુધીમાં તપગચ્છ જૈન સંઘ ની પેઢીએ પોતાના નામ લખાવી ને પાસ મેળવી લેવા તપગચ્છ જૈન સંઘ તરફથી વિનંતી કરાઈ છે.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા 

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *