લંડન વસતા આ દાતા દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરે છે.
માંડવી તા. ૦૯/૦૨
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈનનૂતન પ્રાથમિક શાળામાં મૂળ માંડવીના પરંતુ હાલમાં લંડન નિવાસી વતનપ્રેમી દાતાએ શાળામાં ધોરણ-1 થી 8માં અભ્યાસ કરતા તમામ 324 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરિત કરીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે.
હાલમાં લંડનમાં રહેતા રેશ્માબેન નીતિનભાઈ વેકરીયા ના જન્મદિવસ પ્રસંગે માંડવીની જૈનનુતન પ્રાથમિક શાળાના કુલ 324 વિદ્યાર્થીઓને નીતિનભાઈ વેલજીભાઈ વેકરીયા ના હસ્તે શૈક્ષણિક કીટ વિતરિત કરીને પ્રેરણાદાયી કાર્ય કરેલ હોવાનું શાળાની વ્યવસ્થાપન સમિતિ (એસ.એમ.સી.)ના શિક્ષણવિદ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શાળાના પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
પ્રારંભમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, દાતા પરિવારની દિલેરી ને બિરદાવી, દાતા પરિવારનું સન્માન કરેલ હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ દાતા દર વર્ષે લંડન થી માંડવી આવે છે ત્યારે શાળાના તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી જુદી જુદી વસ્તુઓનું વિતરણ કરતા હોવાનું શાળાના શિક્ષક શ્રી મનુભા જાડેજા એ જણાવ્યું હતું.
આ પ્રસંગે દાતા પરિવારના પુષ્પાબેન વેકરીયા એ જણાવ્યું હતું કે, આ વારસો મારા પિતાશ્રી નાથાલાલભાઈ ભંડેરી (નાગલપુર) તરફથી અમને મળેલ છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજ્ય મોરારીબાપુ ના ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શાળાના શિક્ષિકા શ્રીમતી પિનાકીનીબેન સંઘવીએ કરેલ હતું. જ્યારે શાળાના શિક્ષિકા ભાવિનીબેન વાસાણીએ આભાર દર્શન કરેલ હતું. વર્ષાબેન સોમૈયા અને જાનવીબેન જેઠવા સહયોગી રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા