કચ્છ જિલ્લાને કચ્છમાં જાયન્ટ્સ ગ્રુપની સ્થાપના બાદ 47 વર્ષે પ્રથમ જ વખત સેન્ટ્રલ કમિટી મેમ્બર તરીકે નિષદભાઈ મહેતા ની પસંદગી કરાઈ.
માંડવી તા. ૦૮/૦૨
કચ્છ જિલ્લામાં ભુજમાં 47 વર્ષ પહેલા જાયન્ટ્સ ગ્રુપની સ્થાપના થયેલ છે. મૂળ માંડવીના પરંતુ ભુજમાં રહેતા ગુજરાત સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો રાજ્ય એવોર્ડ મેળવી ચૂકેલા શ્રી નિષદભાઈ મહેતા ની જાયન્ટ્સ ગ્રુપની સેન્ટ્રલ કમિટી મેમ્બર તરીકે પસંદગી થયેલ છે. આમ નિષદભાઈ મહેતા એ કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલ છે.
જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન મુંબઈના વર્લ્ડ ચેરપર્સન આદરણીય સાયના એન.સી.જી.એ તાજેતરમાં ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કન્વેશનના મંચ ઉપરથી મૂળ માંડવી કચ્છના પરંતુ ભુજમાં રહેતા નિષદભાઈ મહેતાની સેન્ટ્રલ કમિટી મેમ્બર તરીકે વરણીની જાહેરાત કરતા ઉપસ્થિત હજારો ડેલીગેટસોએ આ જાહેરાતને તાળીઓથી વધાવી લીધેલ હોવાનું જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ૩બી (ગુજરાત)ના પૂર્વ મીડિયા ઓફિસર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
જાયન્ટ્સ ફેડરેશન ૩બી માં કચ્છ રિજિયન માં આવેલ 25 જેટલા ગ્રુપોની સેવાકીય કાર્યોની નોંધ ઇન્ટરનેશનલ કક્ષાએ લેવામાં આવતા કચ્છ જિલ્લાને ગૌરવ અપાવે તેવો સેન્ટ્રલ કમિટી મેમ્બર નો હોદ્દો કચ્છ જાયન્ટ્સના ઇતિહાસમાં પ્રથમ જ વાર મળેલ છે તે કચ્છ માટે ઐતિહાસિક ઘટના હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આદરણીય સાયના જી.ની આ જાહેરાતને ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન શ્રી પી.સી.જોશી, નુરૂદ્દીનભાઈ સેવવાલા, સત્યપ્રકાશ ચતુર્વેદી, સી. એ. એમ.,લક્ષ્મણ, વિજયસિંહ ચૌધરી અને શિરીશભાઈ કાપડિયાએ ટેકો આપ્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, નિષદભાઈ મહેતાને આ અગાઉ સમગ્ર ફેડરેશન લેવલે બેસ્ટ મેમ્બરનો એવોર્ડ, બેસ્ટ ઉપપ્રમુખ અને આઉટ સ્ટેન્ડિંગ ફેડરેશન પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ કક્ષાએ મળેલ છે. શ્રી મહેતા ને સ્પેશિયલ કમિટી મેમ્બર ની બે વર્ષની સેવા બાદ તેમને પ્રમોશન આપીને સેન્ટ્રલ કમિટી મેમ્બર (સી.સી.એમ.)નો ઉચ્ચ હોદો કચ્છને પ્રથમ જ વાર મળેલ છે. નિષદભાઈ મહેતા 2003 માં જાયન્ટ્સ ગ્રુપમાં સભ્ય તરીકે જોડાઈને બોર્ડ ઓફ ડિરેક્ટર બન્યા હતા. 2005 અને 2007માં મહામંત્રી તરીકે, 2007માં પ્રમુખ તરીકે, 2014-15 માં યુનિટ ડાયરેક્ટર તરીકે, 2016-17-18 રાજ્યના વાઇસ પ્રેસિડેન્ટ અને 2019 માં ફેડરેશનના પ્રેસિડેન્ટ તરીકે નેત્રદીપક કામગીરી કરેલ છે.
ફેડરેશન ૩બી ના નવનિયુક્ત પ્રેસિડેન્ટ કેતનભાઇ રાજેસરા (બોટાદ) વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. મધુકાંતભાઈ આચાર્ય, મુકેશભાઈ પાઠક, દુષ્યંતભાઈ પંડ્યા, યોગેશભાઈ ત્રિવેદી (માંડવી) તથા ફેડરેશનના પદાધિકારીઓ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના IPP અને જાયન્ટ્સ રત્ન શ્રી તેજાભાઈ કાનગડ, ભુજ જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ અરુણભાઈ, વિનોદભાઈ, હેમંતભાઈ, અભિલાષભાઈ, વાડીલાલભાઈ, જયસિંહભાઈ, વાડીલાલભાઈ વગેરે એ કચ્છનું ગૌરવ વધારવા બદલ નિષદભાઈ મહેતાને અભિનંદન પાઠવ્યા હતા. નિષદભાઈ મહેતાને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા