આજરોજ અદાણી ગ્રુપનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રી રક્ષિતભાઈ શાહનાં જન્મદિવસ નિમિતે મુન્દ્રા શહેરની આજુબાજુ વિવિધ ૮ જેટલી વસાહતોમાં અંદાજે ૨૦૦ જેટલા જરૂરતમંદ લોકોને ગુજરાતી ભોજન પીરસવામાં આવ્યું હતું તેમજ ભોજન સાથે ચાર પ્રકારની વિવિધ મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ ઉપરાંત અન્ય ચાર વસાહતોનાં ૧૦૦ જેટલા જરૂરતમંદ લોકોને ખારી ભાત સાથે મિષ્ટાન પીરસવામાં આવ્યું હતું અને મુન્દ્રા શહેરનાં જરૂરતમંદ પરિવારોને જીવન વપરાશની રાશનકીટોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
તેમજ જીવદયાક્ષેત્રે પક્ષીઓ ને ચણ, ગાય ને ગોળ, શ્વાનોને બિસ્કિટ અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ વસાહતોમાં ૨૦૦ થી વધુ ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરી ને ખુલ્લા ઝૂંપડા માઁ છેવાડા ના વિસ્તારો માઁ રહેતા લોકો ને ગરમ ધાબળા અર્પણ કરાયા હતા
આજ ના પ્રસંગે અદાણી ગ્રુપ ના સૌરભ ભાઈ શાહ એ જણાવ્યું હતું કે છેવાડા ના લોકો ને જરૂરત મંદ લોકો સુધી સેવા પહોંચે એ જ સાચી સેવા છે .. સેવા ના અનેક પ્રકારો છે અને જન સેવા એ જ પ્રભુ સેવા છે ..
નોંધનીય બાબત એ છે કે અદાણી ગ્રુપ ના રક્ષિત ભાઈ શાહ ના સહયોગ થી જન સેવા ને સેવાકીય વાહન મીની ટેમ્પો પ્રાપ્ત થયો છે અને કોરોના ની વિકટ પરિસ્થિતિ માઁ અદાણી ગ્રુપ નો નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો હતો ..
આ પ્રસંગે અદાણી પોર્ટનાં કોર્પોરેટ અફેર્સ વિભાગનાં વડા સૌરભ ભાઈ શાહ, મીડિયા વિભાગનાં જયદીપભાઈ શાહ અને રમેશભાઈ આયડી, મહેન્દ્રભાઈ સોલંકી, વિજયભાઈ ગુંસાઈ, કરણભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ આયોજનને સફળ બનાવવા જનસેવા સંસ્થાનાં રાજભાઈ સંઘવી .ભગીરથ સિંહ ઝાલા .દેવજી જોગી .કપિલ ચોપડા .ભીમજી જોગી .અસલમ માંજોઠી .કાનાભાઈ એ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા