ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ કચ્છ જીલ્લાની યુવા સમિતિમાં વિવિધ વરણીઓ કરાઈ

અંજાર-કચ્છ, તા. ૦૧/૦૧/૨૦૨૪, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ પોતાના આરોગ્ય, શૈક્ષણિક તેમજ સામાજિક અને સેવાકીય કાર્યો ને વિસ્તૃત કરવા સેવાભાવી, સામાજિક કાર્યો સાથે જોડાયેલા, યુવા વેપારી આગેવાન નેત્રા ગામ ના નિવાસી હારૂનભાઈ કુંભાર ની વરણી ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ માં કચ્છ જીલ્લા યુવા સમિતિ ના પ્રમુખ પદે કરવામાં આવી છે. તેમજ ધ્રબ ગામ ના વતની ખેડૂત તથા વેપારી આગેવાન અને મેકેનીકલ વર્ક કોન્ટ્રેકટર ઓસમાણભાઈ આગરીયા ની વરણી મુન્દ્રા તાલુકા યુવા સમિતિ ના પ્રમુખ પદે કરવામાં આવી છે.

અંજાર શહેરના ડેરી ફાર્મ ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી યુવા આગેવાન અશરફભાઈ કલર ની વરણી અંજાર શહેર યુવા સમિતિ ના પ્રમુખ પદે કરવામાં આવી છે. જેમની વરણી થી સંસ્થાના આરોગ્ય, શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય કાર્યો વેગ મળશે.


આ વરણી ને ઇત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા, સીનીયર ટ્રસ્ટી હાજી જુમ્માભાઈ રાયમા, તેમજ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ ઇનામુલહક્ક ઈરાકી, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-કચ્છ ના પ્રમુખ સૈયદ હૈદરશા પીર, ગુજરાત પ્રદેશ મહામંત્રી અનવરશા સૈયદ, યુવા સમિતિના પ્રમુખ હાજી સુલતાનભાઈ માંજોઠી, આરોગ્ય સમિતિના પ્રમુખ સૈયદ હબીબશા, સંસ્થાના ટ્રસ્ટી હાજી નુરમામદભાઈ રાયમા, યુસુફભાઈ સંઘાર, નાસીરખાન પઠાણ, શાહનાવાઝભાઈ શેખ, સાદીકભાઇ રાયમા, અબ્દુલરસુલભાઈ આગરીયા, અશરફભાઈ પાસ્તા, નજીબભાઈ અબ્બાસી, રફીકભાઈ બારા, મૌલાના અબુદુજાના, મહેબુબભાઈ ભીમાણી, ઈદ્રીશભાઈ વોરા તેમજ સંસ્થા ના હોદેદારો હાજી દાઉદભાઈ બોલીયા, મોહમ્મદઅલી કાદરી, બદરુદીન હાલાણી, અકરમભાઈ કુરેશી, હાજી અ.રઝાકભાઈ ખત્રી, રફીકભાઈ તુર્ક, હાજી નુરમામદ મંધરા, હાજી ઈસ્માઈલભાઈ મંધરા, હનીફભાઈ મેમણ, અબ્દુલભાઈ આગરીયા, જુસબભાઈ આગરીયા, હુશેનભાઈ આગરીયા, સુલતાનભાઇ કુંભાર, સુલતાનભાઇ આગરીયા, અશરફભાઈ તુર્ક, ઈમ્તિયાઝભાઈ મોયડા, મહેમુદભાઈ સુમરા, યુનુસભાઈ પિંજારા, રમઝાનભાઈ બાયડ, ઇકબાલભાઈ દેદા, ફકીરમામદભાઈ રાયસી, મૌલાના સાલેમામદ દરાડ, રમઝાનભાઈ રાઉમા, લતીફભાઈ ખલીફા, અબરારભાઈ સમા, ઉમરભાઈ જીયેજા, સબ્બીરભાઈ બાયડ સંસ્થા સમસ્ત પરિવારે મુબારકબાદ પાઠવી હતી. એવું ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ના પ્રવક્તા સૈયદ જલાલશા સૈયદ ની યાદી માં જણાવ્યું હતું.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *