જસદણ શહેરમાં દવાખાનાના મદદના કામે તેમજ મંડળી ભરવા માટે આપેલ પૈસાની પરત માંગણી કરતા ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ અને તેની સાચી હકીકતોને ધ્યાને લઈ જામીન અરજી મંજૂર કરતી જસદણ કોર્ટ

રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં રહેતા અશોકભાઈ ડોબરીયાના પત્ની દયાબેન અશોકભાઈ ડોબરીયા દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ખાતે ૨૯/૧૨/૨૦૨૩ ના રોજ ફરિયાદ કરેલ.જેમાં ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવેલ છે કે પોતાના દીકરાને હોસ્પિટલમાં ખાતે ચાલતી બીમારીના કારણે પૈસાની જરૂરિયાત પડતા પૈસા લીધેલ. ફરિયાદી દયાબેને પોતાની ફરિયાદમાં જણાવેલ છે કે મારા પતિ ૨૨/૧૨/૨૦૨૩ ના રોજ ઘરેથી નીકળી ગયેલ છે.આમ તે અનુસંધાને વિવિધ વ્યક્તિઓ પૈસાની પરત માંગણી કરવા બાબતે નામો જણાવેલ છે. તેમાં ફરિયાદમાં ક્રમ નંબર ૭ (સાત) ઉપર કિશોરભાઈ જીલુભાઈ ખાચર, ભાડલા ગામના રહેવાસી છે.

આમ જોવામાં આવે તો ફરિયાદી દયાબેનના પતિ અશોકભાઈ અને કિશોરભાઈ જીલુભાઇ ખાચર બંને છેલ્લા ૧૫ ( પંદર ) વર્ષથી ગાઢ મિત્રો હોય અને પ્રસંગોપાત તેમજ વાર-તહેવારે અશોકભાઈ ડોબરીયા ભાડલા ગામના કિશોરભાઈ જીલુભાઈ ખાચરના ઘરે આવતા જતા હોય અને દવાખાનાના કામે તેમજ મંડળી ભરવા માટે આજથી અંદાજીત પાંચ – છ મહિના પહેલા પૈસાની જરૂરિયાત હોય અને હાલના મૂળ ફરિયાદીએ પણ થોડા દિવસ માટે મદદ કરવાનો ફોન કરેલ હતો અને મિત્રતાના દાવે થોડા દિવસ માટે મદદ કરેલ હતી,આમ કિશોરભાઈ જીલુભાઈ ખાચર દ્વારા આજદીન સુધી પૈસાની માંગણી કે ફોન પણ કરેલ ન હતો, પરંતુ પૈસા ન આપવાના ઇરાદો હોય માટે કિશોરભાઈ જીલુભાઈ ખાચર સામે જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લખાવેલ.

આમ જસદણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કડક અને તટસ્થ તપાસ કરી સાધનની કાગળો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલ.આમ કિશોરભાઈ જીલુભાઈ ખાચરના બચાવ પક્ષના જસદણ શહેરના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા અને એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા નામદાર કોર્ટને ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવવા મુજબની વિગતો તેમજ જામીન અરજી સાથે સાચી હકીકતો નામદાર કોર્ટ સમક્ષ સઘળી અને સાચી બાબતોને ધ્યાને મુકેલ તેમજ ધારદાર દલીલો કરેલ.

આમ નામદાર કોર્ટ દ્વારા આ તમામ સઘળી અને સાચી હકીકતો અને દલીલોને ધ્યાનમાં લઇ કિશોરભાઈ જીલુભાઈ ખાચરને શરતોને આધીન જામીન મંજૂર કરી જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ.

આમ કિશોરભાઈ જીલુભાઈ ખાચરના એડવોકેટ તરીકે જસદણ શહેરના પ્રકાશ પ્રજાપતી તેમજ શિવરાજભાઈ કરપડા, હેમેન્દ્રભાઇ વેગડ, કાર્તિકભાઈ હુદડ અને મોહમ્મદ હનીફભાઈ કટારીયા સાહેબ રોકાયેલા હતા.

અહેવાલ :- રસિક વીસાવળીયા જસદણ

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *