જિલ્લાના સાંસદ ની પ્રેરણાથી સનાતન સંસ્કૃતિ મહારાણી અલિયા દેવી ઉપવન દ્વારકા માં લુપ્ત થઈ રહ્યુ છે
કૃષ્ણની પવિત્ર નગરી દ્વારિકામાં નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અમૃત યોજના અટલ મિશન ફોર રેજયુ વેશન એન્ડ અર્બન ટ્રાન્સફોરમેશન અંતર્ગત રૂપિયા 1.70. કરોડોના ખર્ચે જામનગર દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ ના માર્ગદર્શન અને પ્રેરણાથી નવનિર્મિત સનાતન સંસ્કૃતિ સંરક્ષક મહારાણી અહલ્યા દેવી ઉપવનનું તા.2/2/2022 બુધવાર નાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું
મહારાણી અહલ્યા દેવી ઉપવન દ્વારકાના સનસેટ પોઇન્ટ દરિયાઈ વિસ્તાર પાસે બાળકો માટે સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યું હતું
આ ગાર્ડન ની અંદર નાના ભૂલકાઓ માટે રમત ગમતના સાધનો ગોઠવવામાં આવ્યા હતા. આ રમત ગમતના સાધનો નો નાના ભૂલકાઓ ભરપૂર આનંદ માણી રહ્યા હતા
ખાસ ઉનાળુ વેકેશન હોય ત્યારે દ્વારકા શહેરમાંથી નાના ભૂલકાઓ તેમના પરિવાર સાથે મહારાણી અહલ્યા દેવી ઉપવનમાં સાંજના સમયે ખૂબ જ આનંદ સાથે રમત ગમતના સાધનોમાં બેસી મોજ માણતા હતા
અંદાજિત બે વર્ષ બાદ કરોડ રૂપિયાની સંપત્તિને ભંગારમાં ફેરવી દેતી દ્વારકા નગરપાલિકાના તંત્રની આળસ કહો કે બેદરકારી તે હાલમાં મહારાણી અહલ્યા દેવી ઉપવનમાં જોવા મળી રહી છે નાના ભૂલકાઓના રમત ગમતના સાધનો હાલમાં ફટીચર હાલતમાં જોવા મળી રહ્યા છે
સરકાર દ્વારા દ્વારકા નગરપાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી આપે છે ત્યારે ભ્રષ્ટ નગરપાલિકાના તંત્ર દ્વારા દ્વારકામાં વિકાસના કામો થઈ ગયા બાદ તેમની જાળવણી કરવા માટે કોઈ જ રસ હોતો નથી માત્ર ને માત્ર નવી નવી ગ્રાન્ટો આવે અને નગરપાલિકાના ભ્રષ્ટ તંત્રને મસ મોટી મલાયો ખાવા મળે એમાં જ રસ છે તેવું દ્વારકા શહેરની જનતા માં અવાજનો સુર ઉઠી રહ્યો છે
જીલ્લા ના સાંસદ પૂનમબેન માડમ ની મહેનત ને દ્વારકા નગરપાલિકા ના તંત્ર એ ધુળ ભેગી કરી નાખી જોવાનુ રહ્યું કે શું સાંસદ પૂનમબેન માડમ મહારાણી અહલ્યા દેવી ઉપવન ની તાત્કાલિક ધોરણે મુલાકાત લેશે અને દ્વારકા નગરપાલિકા ના ભ્રષ્ટ તંત્ર પાસે થી આ રૂપિયા 1.70. કરોડ નાં કામ નો જવાબ લય આકરાં પગલાં લેશે કે પછી આગેસે ચલીઆતીહૈ ની નીતિ…
અહેવાલ :- અનિલ લાલ