ભુજના હાટકેશ સેવા મંડળ અને ગુજરાત યુવા પરિષદ અમદાવાદ દ્વારા દર વર્ષે નાગર જ્ઞાતિમાં નિસ્વાર્થ ભાવે સેવા કરતા અને જ્ઞાતિજનોને તેમના વ્યવસ્થામાં ઉપયોગી માર્ગદર્શન આપવા તેમજ જ્ઞાતિમાં ઉચ્ચ સંસ્કાર ધરાવતા જ્ઞાતિના બંધુઓને નાગર રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં અંજારમાં આવેલ હાટકેશ હોલ ખાતે ભુજ નાગર જ્ઞાતિના પૂર્વ ટ્રસ્ટી ઇન્દ્રવદનભાઈ છાયા, ભુજના ઓ.સી.વારીશભાઇ પટણી, જયશ્રીબેન હાથી,વત્સલાબેન શુક્લ, અંજારના નાગર જ્ઞાતિના પ્રમુખ પિનાકીનભાઈ વૈષ્ણવ,ડો. પરિમલભાઈ ધોળકિયા,ડો રસનિધી ભાઈ છાયા,દીપકભાઈ અંતાણી ના વડપણ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.ગણેશ સ્તુતિથી શુભારંભ કરવામાં આવ્યો હતો.નિખિલભાઇ છાયાએ આવકાર આપ્યો હતો પ્રસંગ પરિચય આદર્શ શિક્ષક જગદીશ ચંદ્ર છાયાએ આપ્યો હતો.પ્રારંભમાં જય હાટકેશના નારા સાથે નાગર રત્ન એવોર્ડ મેળવનાર શિરીષભાઈ ભાઈ છાયા અને કર્ણિકા બેન છાયા ને પુષ્પગુચ્છ સાથે આવકાર્યા હતા બાદમાં તેમનું દૂધ પાણીથી પગ ધોઈને સન્માન પત્ર આપી કચ્છી પાઘડી પહેરાવીને સન્માન પત્ર નું વાંચન કરવામાં આવ્યું હતું.નાગર મહિલા મંડળના તમામ સભ્યોએ શ્રી છાયાનું બહુમાન કર્યું હતું હાટકેશ્વર મંદિર વડનગર ના પ્રમુખ શ્રી નિખિલભાઇ વ્યાસા વતી પણ વિશેષ બહુમાન કરાયું હતું આ પ્રસંગે નિખિલભાઇ છાયા દિનેશભાઈ છાયા પ્રમુખશ્રી તેમજ ડો વિનુભાઈ ધોળકિયા એ પ્રસંગ અનુરૂપ પ્રવચનો કર્યા હતા અંજારના નાગર જ્ઞાતિજનો એ વડીલ શ્રી ને નાગર રત્ન એવોર્ડ મળતા આભારની લાગણી વ્યક્ત કરી હતી તેઓએ વરિષ્ઠ વયે પણ જ્ઞાતિના વિકાસમાં સહકાર આપવો અને જ્ઞાતિના સંસ્કાર સિંચન સિંચન ને જાળવણી ઉપર ભાર મૂક્યો હતો તેમણે જ્ઞાતિના વિકાસમાં હાટકેશ જન તરીકે મારી ફરજ અદા કરી છે ને કરતો રહીશ એવું જણાવ્યું હતું આ પ્રસંગે અંજાર નાગર જ્ઞાતિજનો તેમ જ અંજારના લક્ષ્મીપ્રસાદભાઈ વોરા ભુજ થી હેમાંશુભાઈ અંતાણી પારૂલબેન બુચ અક્ષયભાઈ અંતાણી કામિનીબેન માકડ તેમજ સંસ્થાના વડીલો તેમજ ઓ.સી.વારીસ ભાઈ પટણી અને ડો.વિનુભાઈ ધોળકિયા હાજર રહ્યા હતા સંચાલન વિભાકર ભાઈ અંતાણી અને હસમુખભાઈ વોરાએ કર્યું હતું.અંજાર વતી પ્રમુખ પિનાકીનભાઈ વૈષ્ણવે વિભાકર ભાઈ અંતાણી અને હસમુખભાઈ વોરાનું સન્માન કર્યું હતું જય હાટકેશના નારા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો અંજાર નાગર જ્ઞાતિ વતી ભોજનની વ્યવસ્થા કરાઈ હતી અંજાર નાગર જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ ઉત્પલભાઈ અંતાણી ચિતરંજન ભાઈ છાયાએ જહેમત ઉઠાવી હતી હાટકેશ્વર મંદિર અંજાર ખાતે શિવ મહિમ્ન પઠન યોજાયું હતું છાયા પરિવારે સૌનો વિશેષ આભાર માન્યો હતો.મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ અંજારિયા,ગાંધીનગર થી રત્નાકરભાઈ ધોળકિયાએ તેમજ વડોદરાના વ્યોમેશભાઈ ઝાલાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો એવું આશિષ એસ.વૈદ્ય એ જણાવ્યું હતું
અહેવાલ :- ઇમરાન અવાડીયા