ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ પોતાના આરોગ્ય, શૈક્ષણિક તેમજ સામાજિક અને સેવાકીય કાર્યો ને વિસ્તૃત કરવા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-ગુજરાત માં સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતાં, સામાજિક કાર્યો સાથે જોડાયેલા એક્ટીવ ફાઈનાન્સિયલ સર્વિસ ના ઓનર અને ખેતી ના વ્યવસાય સાથે સંકળાયેલા સામાજિક આગેવાન અશરફભાઈ તુર્ક ની વરણી ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ માં કચ્છ જીલ્લા ના ઉપપ્રમુખ પદે કરવામાં આવી છે.
તેમજ પત્રકારત્વ ના વ્યવસાય સાથે સંકળાયેલા અને ઉત્સાહી પ્રવક્તા ઈમ્તિયાઝભાઈ મોયડા ની વરણી કચ્છ જીલ્લા મીડિયા ઇન્ચાર્જ ના પદે કરાઈ છે. જેમની વરણી થી સંસ્થાના આરોગ્ય, શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય કાર્યો ગુજરાત ભરમાં વેગ મળશે.
આ વરણી ને ઇત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા, સીનીયર ટ્રસ્ટી હાજી જુમ્માભાઈ રાયમા, તેમજ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ ઇનામુલહક્ક ઈરાકી, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-કચ્છ ના પ્રમુખ સૈયદ હૈદરશા પીર, ગુજરાત પ્રદેશ મહામંત્રી અનવરશા સૈયદ, યુવા સમિતિના પ્રમુખ હાજી સુલતાનભાઈ માંજોઠી, આરોગ્ય સમિતિના પ્રમુખ સૈયદ હબીબશા, સંસ્થાના ટ્રસ્ટી હાજી નુરમામદભાઈ રાયમા, યુસુફભાઈ સંઘાર, નાસીરખાન પઠાણ, શાહનાવાઝભાઈ શેખ, સાદીકભાઇ રાયમા, અબ્દુલરસુલભાઈ આગરીયા, અશરફભાઈ પાસ્તા, નજીબભાઈ અબ્બાસી, રફીકભાઈ બારા, મૌલાના અબુદુજાના, મહેબુબભાઈ ભીમાણી, ઈદ્રીશભાઈ વોરા તેમજ સંસ્થા ના હોદેદારો મોહમ્મદઅલી કાદરી, બદરુદીન હાલાણી, અકરમભાઈ કુરેશી, હાજી અ.રઝાકભાઈ ખાતરી, રફીકભાઈ તુર્ક, હાજી નુરમામદ મંધરા, હાજી ઈસ્માઈલભાઈ મંધરા, હનીફભાઈ મેમણ, અબ્દુલભાઈ આગરીયા, હારૂનભાઈ કુંભાર, સુલતાનભાઇ કુંભાર, સુલતાનભાઇ આગરીયા, મહેમુદભાઈ સુમરા, યુનુસભાઈ પિંજારા, રમઝાનભાઈ બાયડ, ઇકબાલભાઈ દેદા, ફકીરમામદભાઈ રાયસી, મૌલાના સાલેમામદ દરાડ, રમઝાનભાઈ રાઉમા, લતીફભાઈ ખલીફા, ઉમરભાઈ જીયેજા, સબ્બીરભાઈ બાયડ સંસ્થા સમસ્ત પરિવારે મુબારકબાદ પાઠવી હતી. એવું ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ના પ્રવક્તા સૈયદ જલાલશા સૈયદ ની યાદી માં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા