અંજાર, તા.૧૮/૧૨/૨૦૨૩, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ની જનરલ કારોબારી ની મીટીંગ તા.૧૬/૧૨/૨૦૨૩ ના રોજ આગરીયા ફાર્મ, અંજાર મધ્યે સૈયદ હૈદરશા પીર ના અધ્યક્ષસ્થાને મળી હતી. મીટીંગ ની શરૂઆત તિલાવત-એ-કુરઆન થી સંસ્થા ના સીનીયર ટ્રસ્ટી હાજી જુમ્માભાઈ રાયમા દ્વારા કરવામાં આવી હતી.
આ મીટીંગ માં સંસ્થા દ્વારા દર વર્ષે યોજાનારી સમૂહશાદી નું આયોજન આગામી ૧૦મી જાન્યુઆરી પછી જાહેર કરવાનું સર્વાનુમતે નક્કી કરાયું હતું. સંસ્થા સંચાલિત લાઈફ કેર હોસ્પિટલ, ઝુરા ને વિકસિત કરવા જરૂરી વ્યવસ્થા ની જવાબદારી સંસ્થા ના ટ્રસ્ટી તથા હોસ્પિટલ ના સંચાલક સૈયદ હબીબશા ને સોંપવામાં આવી હતી. હોસ્પિટલ ને વિસ્તૃત કરવા સૈયદ હૈદરશા પીર ના અધ્યક્ષસ્થાને એક કમિટી ની રચના કરવમાં આવી જેમાં સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા, હબીબશા સૈયદ, જલાલશા સૈયદ, રફીકભાઈ તુર્ક, ફકીરમામદભાઈ રાયસી, હાજી આમીરભાઈ નોતિયાર અને હનીફભાઈ જત ની વરણી કરાઈ હતી. આ કમિટી વધુ ને વધુ જરૂરતમંદો ને આ હોસ્પિટલ ઉપયોગી બને તે માટે સ્થળ ની પસંદગી સાથે નિર્માણ માટે કાર્ય કરશે. કચ્છના બન્ની વિસ્તારની વિવિધ સમસ્યાઓ ના નિરાકરણ માટે વિવિધ સરકારી એજન્સીઓ ને રજુઆતો કરવા તેમજ આ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય તથા લોક જાગૃતિ સેમિનારો યોજવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. સંસ્થા દ્વારા આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ માં ભીરંડીયારા અને ખાવડા વિસ્તારમાં સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પોનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ દેશલપર (ગુંતલી) થી હાજીપીર નો જર્જરિત રોડના સમારકામ માટે અને હાજીપીર વલી ની દરગાહ ના વિકાસ માટે ની રજુઆતો સરકાર, સંબંધિત વિભાગો અને લોક પ્રતિનિધિઓ ને કરી યોગ્ય ઉકેલ લાવવા જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી. ગાંધીધામ વિસ્તાર માં મુસ્લિમ સમાજ ની કબ્રસ્તાન બનાવવા માટે સંસ્થા દ્વારા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ તેમજ સંબંધિત વિભાગો તેમજ લોક ફપ્રતિનિધિઓ ને યોગ્ય રજુઆતો કરી કબ્રસ્તાન ની જમીનની પ્રાપ્તિ માટે યોગ્ય રજુઆતો કરવા નક્કી કરવામાં આવ્યું. સંસ્થા દ્વારા પૂર્વ કચ્છ વિસ્તારમાં એક શૈક્ષણિક સંકુલ બનાવવા માટે એક કમિટી નું ગઠન કરવામાં આવ્યું જેમાં હાજી મોહંમદભાઈ આગરીયા, હાજી જુમ્માભાઈ રાયમા, નજીબભાઈ અબ્બાસી, યુસુફભાઈ સંઘાર, શાહનવાઝભાઈ શેખ, અશરફભાઈ પાસ્તા, સાદીક્ભાઈ રાયમા, દાઉદભાઈ બોલીયા, અનવરશા સૈયદ, અશરફભાઈ તુર્ક, અબ્દુલભાઈ આગરીયા, ઇકબાલભાઈ દેદા, રમઝાનભાઈ બાયડ સહિતનાઓ ની વરણીઓ કરાઈ હતી. સંસ્થા સંચાલિત સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો નો વધુ ને વધુ વ્યાપ વધે તે માટે અભિયાન ચલાવવા નક્કી કરવામાં આવ્યું. સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય ભર માં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ને લગતા પ્રશ્નો માટે ની હેલ્પ લાઈન શરુ કરી લોકો ને જરૂરી માર્ગદર્શન પૂરું કરવું તેમજ નવી દરખાસ્તો કરવા નોંધાયેલ સંસ્થાઓ માં અધૂરાશો પૂર્ણ કરવા સંસ્થા ના અંજાર મધ્યેના કાર્યાલય માં તમામ પ્રકારની વ્યવસ્થા કરવાનો સર્વાનુમતે નક્કી કરાયું.
આગામી તા.૨૫/૦૨/૨૦૨૪ ના રોજ મેમણ જમાતખાના,ભુજ મધ્યે મુસ્લિમ સમાજ માટે ખાતુન મુસ્લિમ મેરેજ બ્યુરો ના સહયોગ થી લગ્ન પરિચય/પસંદગી મેળાનું આયોજન કરવાનું સર્વાનુમતે નક્કી કરાયું જેમાં વધુ ને વધુ જરૂરતમંદો ભાગ લઇ શકે તે માટે દરેક તાલુકામાં સંસ્થાના પ્રતિનિધિઓ ની નિમણુંક કરવાનું નક્કી કરવામાં આવ્યું. આગામી સમયમાં સંસ્થા દ્વારા કચ્છ અને ગુજરાત ભરમાં માનવતા અને સમાજ ને કનડતા મુદ્દાઓ ને સંબંધિત વિભાગોમાં ઉઠાવી નિરાકરણ માટે રજુઆતો તેમજ મદદરૂપ થવા નિર્ધારિત કરાયું.
આ મીટીંગ માં સંસ્થા દ્વારા મુન્દ્રા નિવાસી હાજી દાઉદભાઈ બોલીયા ને ગુજરાત પ્રદેશ ના મહામંત્રી તરીકે વરણી કરાઈ હતી. મીટીંગ માં હનીફભાઈ તુર્ક, ઈરફાનભાઈ તુર્ક, ઓસમાણભાઈ આગરીયા, સુલ્તાનભાઇ આગરીયા, યુસુફભાઈ જે આગરીયા, જુસબભાઈ એચ આગરીયા, હુશેનભાઈ આગરીયા, હાજી નુરમામદભાઈ મંધરા, હાજી ઈસ્માઈલભાઈ મંધરા, રજાકભાઈ બાયડ, અશરફભાઈ જત, મહેમુદભાઈ સુમરા, ભીખાભાઈ ખલીફા, હાજી આદમભાઈ ખલીફા, લતીફભાઈ ખીફા, વૈયલભાઈ નોડે, હયાતભાઈ નોડે, યુનુસભાઈ પિંજારા, જુમ્માભાઈ ખલીફા, અબરારભાઈ સમા, શબ્બીરભાઈ બાયડ, ઈબ્રાહીમભાઈ રાયસી સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી પોતાના સૂચનો રજુ કાર્ય હતા. મીટીંગના અંતે હબીબશા સૈયદ દ્વારા દેશ અને સમાજ માટે દુઆ-એ-ખૈર ગુઝારાઈ હતી. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા