અંજાર, તા.૨૦/૧૧/૨૦૨૩,
ગત તારીખ ૧૯/૧૧/૨૦૨૩, રવિવારના રોજ કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના મથડા ગામે અખિલ કચ્છ આગરીયા મુસ્લિમ સમાજ દ્વારા ૧૬મી સમૂહશાદી-૨૦૨૩નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ ભર માંથી આગરીયા મુસ્લિમ સમાજના ૨૪ યુગલો એ ભાગ લીધો હતો. જેમની નિકાહ ની અદાયગી પીર સૈયદ નિઝામુદ્દીન સાહબ (રાજકોટ વાળા) દ્વારા કરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમ ની શરૂઆત તિલાવત-એ-કુરઆન થી મૌલાના ઈસ્માઈલ સાહબ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મુકર્રીર-એ-ખાસ સૈયદ સલીમ બાપુ (વીંજાણ વાળા) પોતાના બયાનમાં ઇસ્લામ અને માનવતા પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે ઇસ્લામ એવો ધર્મ છે કે જે ઇન્સાન ને સંપૂર્ણ માનવીય હકો કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સંપૂર્ણ માનવ જાતી ને અર્પણ કર્યા છે. આજ થી ૧૪૦૦ વર્ષ પહેલાં હઝરત મોહંમદ પયગંબર સાહેબે (સ.અ.વ.) દુનિયા ના તમામ ઇન્સાનો માટે જીવન જીવવાનો બહેતર તરીકો શીખાવ્યો છે.
જે તરીકા પર ચાલી ઇન્સાન પોતાનો જીવન તેમજ આખીરત બંને સફળ બનાવી શકે છે. સૈયદ સલીમ બાપુ એ દુલ્હા-દુલ્હન તથા તેમના વાલીઓ ને મુબારકબાદ પાઠવતાં જણાવ્યું હતું કે દુલ્હા-દુલ્હાનમાં આપસી મોહબ્બત અને માતા-પિતા નો અદબ-અહેતરામ કરવા તેમજ દુલ્હન ને દુલ્હાના પરિવાર દ્વારા પારિવારિક સંપૂર્ણ હક્કો એનાયત કરવા વિનંતી કરી હતી.
આ પ્રસંગે મુસ્લિમ સમાજ ના અગ્રણી હાજી જુમ્માભાઈ રાયમા એ દુલ્હા-દુલ્હન તથા તેમના માતા-પિતા ને નસિયત કરતાં જણાવ્યું હતું કે આપના ઘરે દુલ્હન ના રૂપમાં આવતી દીકરી ને વહુ તરીકે નહિ પણ પુત્રી તરીકે દરજ્જો આપી પોતાના માવતરના ઘર કરતાં પણ વધુ પ્રેમ આપવા ગુજારીશ કરી હતી. તેમજ આગારીયા સમાજને શિક્ષણ અને આરોગ્ય લક્ષી કાર્યોમાં વિશેષ જવાબદારી નિભાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે આગરીયા સમાજ ના અગ્રણી હાજી મોહંમદભાઈ આગરીયા એ સંપૂર્ણ આગરીયા સમાજ ને સમૂહશાદીના અવસરે મુબારકબાદ પાઠવતાં જણાવ્યું હતું કે આગરીયા સમાજ હમેશાં મહેનત અને ઈમાનદારી પરસ્ત સમાજ રહ્યો છે.
સમાજના વડીલો એ આગરીયા સમાજની જે પ્રતિષ્ઠા ઉભી કરી છે તે સમાજ ના ગૌરવ અને પ્રતિષ્ઠા ને ભવિષ્ય માં જાળવવાની જવાબદારી યુવા પેઢી કાયમ રાખે એવી અપીલ કરી હતી. સમાજ માં શિક્ષણ અને આરોગ્ય લક્ષી સેવાઓ ને ખાસ અગ્રતા આપી સમાજ ના જરૂરતમંદો ને મદદરૂપ થવા સૌને ખાસ અપીલ કરી હતી. સમૂહશાદીના આ સફળ આયોજન બદલ આયોજક સમિતિના પ્રમુખ સુલ્તાનભાઈ આગરીયા તથા સમસ્ત ટીમ ને અભિનંદન પાઠવ્યા હતાં.
આ કાર્યક્રમ માં સૈયદ સાદાત-એ-કીરામ સૈયદ આફતાબ અહેમદ બાપુ, સૈયદ નિઝામુદ્દીન બાપુ, સૈયદ ઈબ્રાહીમશા બાપુ, સૈયદ અનવરશા બાપુ, સૈયદ અશરફશા બાપુ, તેમજ મુસ્લિમ અગ્રણીઓ હાજી દીનમામદભાઈ રાયમા, ખિદમત-એ-ખલ્ક ગ્રુપના પ્રમુખ ગુલામહુશેનભાઈ સમેજા, હાજી નુરમામદભાઈ રાયમા, અબ્દુલભાઈ રાયમા, અસલમભાઇ તુર્ક, સાદિકભાઈ રાયમા, હનીફભાઈ જત, નજીબભાઈ અબ્બાસી, દાઉદભાઈ બોલીયા, હાજી અબ્દ્રેમાનભાઈ તુર્ક, હાજી રમજાનભાઈ ચાકી, હુશેનભાઈ કુંભાર, યાહ્યાભાઈ ખત્રી, હારૂનભાઈ કુંભાર, વસીમભાઈ સોઢા, સલીમભાઈ રાયમા તથા આગરીયા સમાજના અગ્રણીઓ હાજી હુશેનભાઈ આગરીયા, હાજી અબ્દુલભાઈ આગરીયમ, હાજી ઈસ્માઈલભાઈ આગરીયા, હુશેનભાઈ આગરીયા, હાજી ઈબ્રાહીમભાઈ આગરીયા, જુસબભાઈ આગરીયા, હાજી ઉમરભાઈ આગરીયા, હાજી મામદભાઈ પટેલ, ઈશાકભાઈ આગરીયા, કાસમભાઈ આગરીયા, મુસાભાઈ આગરીયા, સુલેમાનભાઈ આગરીયા, યાકુબભાઈ આગરીયા, ડો.હનીફભાઈ અબડા, ડો.હસનભાઈ આગરીયા, ડો.હનીફભાઈ આગરીયા વગેરે તેમજ કચ્છ ભર ના આગરીયા સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમ માં ઉપસ્થિત સૈયદ સાદાત-એ-કીરામ, ઉલ્માઓ, સામાજિક અગ્રણીઓ તેમજ સખી દાતાઓ નું આયોજક સમિતિ દ્વારા બહુમાન કરાયું હતું. કાર્યક્રમના અંતે સૈયદ અનવરશા બાવા તરફથી સલાતો સલામ તેમજ સૈયદ નિઝામુદ્દીન બાપુ તરફથી દુઆ એ ખૈર કરાઈ હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા સુલ્તાનભાઈ મુસાભાઈ આગરીયા (પ્રમુખ-અખિલ કચ્છ આગરીયા મુસ્લિમ સમાજ ૧૬મી સમૂહશાદી-૨૦૨૩), અબ્દુલભાઈ જુમાભાઈ આગરીયા (ઉપપ્રમુખ), ઈસ્માઈલભાઈ જુસબભાઈ આગરીયા (મંત્રી), હાજી આદમભાઈ ઈબ્રાહીમભાઈ આગરીયા (સહમંત્રી), ઈસ્માઈલભાઈ ઉમરભાઈ આગરીયા (સહમંત્રી), યુસુફભાઈ હાજીહુશેનભાઈ આગરીયા (ખજાનચી), હૈદરઅલી ઈસ્માઈલભાઈ આગરીયા (સહખજાનચી), હુશેનભાઈ સીદ્દીકભાઈ આગરીયા (સહખજાનચી) તેમજ સભ્યો અકબર આગરીયા, શબ્બીરઅલી આગરીયા, રજ્જબઅલી આગરીયા, શૌકતઅલી આગરીયા, ઈસ્માઈલ આગરીયા, હુશેન આગરીયા, રમજાન આગરીયા, હુશેનઅલી આગરીયા, ઈશા આગરીયા, અલતાફ આગરીયા, અબ્દુલકરીમ આગરીયા, હાજી જુસબ આગરીયા, ઓસમાણ આગરીયા, કાસમ આગરીયા, રીઝવાન આગરીયા, સુલતાન આગરીયા, સદ્દામ આગરીયા, મામદઅલી આગરીયા, રમઝાન આગરીયા, અલીમામદ આગરીયા, કાસમ આગરીયા, ઓસમાણ આગરીયા વગેરે એ ઝાહેમત ઉઠાવી હતી. મહિલા વિભાગ ની વ્યવસ્થા સૈયદા બીબીમાં તથા સમાજની મહિલા અગ્રણી બહેનો એ સંભાળી હતી. એવું પ્રવક્તા ઈસ્માઈલભાઈ આગરીયા એ તેમની યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા