માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છ માટે આયંબિલ તપની આરાધના ડગાળાવાલા પરિવારના સૌજન્યથી કરાવાઈ.
માંડવી તા. ૧૮/૧૧
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ મધુરભાષી આચાર્ય ભગવંત કલાપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબની તૃતીય સ્વર્ગારોહણ તિથિ તા. 18/11 ને શનિવારના ભક્તિ ભાવપૂર્વક ઉજવાઇ હતી.
શનિવારના સવારના 7:15 કલાકે, કલાપ્રભસુરી આરાધના ભવનમાં પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી પુણ્યદર્શનાશ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા ૩ની પાવન નિશ્રામાં જૈનાચાર્ય કલાપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબનો ગુણાનુંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂજ્ય પુણ્યદર્શનાશ્રીજી મહારાજ સાહેબ, તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ, ટ્રસ્ટી શ્રી જયેશભાઈ ચંદુરા, અગ્રણી સંજયભાઈ મહેતા (ડગાળાવાલા) અને અહૅમ પરીનભાઈ શાહે જૈનાચાર્ય કલાપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ વિશે ગુણાનુવાદ કરી ભાવાંજલિ અર્પી હતી. મદનભાઈ શાહે ગીત દ્વારા ભાવાંજલિ અર્પી હતી. આ પ્રસંગે તપગચ્છ જૈન સંઘ, માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) અને વાગડ સાત ચોવીસી મંડળ તરફથી પ્રભાવના કરવામાં આવી હોવાનું તપગચ્છ જૈન સંઘના મંત્રી વિરલભાઈ વાડીલાલ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, માંડવીના મહાવીર સ્વામી ભગવાનના જીનાલયની પ્રતિષ્ઠા જૈનાચાર્ય કલાપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં કરવામાં આવી હતી.
સવારે 10:00 કલાકે કલપ્રભસુરી આરાધના ભવનમાં સામૂહિક જાપ અને બપોરે 12:00 કલાકે, આયંબિલ શાળામાં, માંડવીના પાંચેગચ્છના આયંબીલ માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) તરફથી કરાવાયા હતા. જ્યારે વધૅમાન ઉપાશ્રયમાં દેવ – વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત આજે શનિવારે લાભ પાંચમ (જ્ઞાન પાચમ) ના વર્ધમાન ઉપાશ્રયમાં યોજવામાં આવેલી જ્ઞાનની ઓરડીના બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. આજે મહાવીર સ્વામી જિનાલયના ધ્વજાના ચડાવા પણ લેવાયા હતા. આજના તમામ કાર્યક્રમમાં સકળ સંઘના ભાઈઓ અને બહેનો એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને જૈનાચાર્ય કલાપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબને ભાવાંજલિ અર્પી હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા