માંડવી તા. ૧૭/૧૧
શ્રી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ માંડવીના ઉપક્રમે ધનતેરસ – કાળી ચૌદસ – દિવાળી – નુતન વર્ષ અને ભાઈબીજ એમ સતત પાંચ દિવસ જીવદયા – અનુકંપા ભક્તિ – પ્રભુ ભક્તિ – માનવસેવા અને સાધર્મિક ભક્તિના વિવિધ કાર્યો દાતાશ્રીઓના સહયોગથી કરાયા હતા.
સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ અને જૈન અગ્રણી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના જણાવ્યા મુજબ દિવાળીના પાંચે દિવસ 72 જિનાલય ગૌશાળામાં દરરોજ 400 કિલોગ્રામ લીલાચારાનું નિરણ કરાયું હતું.
તે ઉપરાંત સુમતિનાથ જિનાલય – બાબાવાડી – દાદા ની ડેરી – જૈન આશ્રમ તેમજ 72 જીનાલય તીર્થ મધ્યે દરરોજ 25 કિલોગ્રામ પક્ષીઓ માટે ચણ તથા સ્વાનો માટે પાંચ કિલોગ્રામ બિસ્કીટ આપવામાં આવ્યા હતા. જીવદયા ના આ કાર્યો માટે છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ, જાગેશ વીરસેનભાઇ વસા (હસ્તે:- રંજનબેન – વડોદરા), જ્યોત્સનાબેન જગદીશભાઈ શાહ (માંડવી – મુંબઈ), માતુ શ્રી ચંચળબેન નાનાલાલ તથા મહેન્દ્ર ભાઈ નાનાલાલ પારેખના સ્મરણાર્થે (માંડવી – દુબઈ) તથા મહેતા વનેચંદભાઈ મૂળજીભાઈ હસ્તે રજનીભાઈ (માંડવી – મુંબઈ) તરફથી આર્થિક સહયોગ સંસ્થાને પ્રાપ્ત થયો હતો.
અનુકંપાભક્તિમાં મુકેશભાઈ રવિલાલ દોશી (અમેરિકા)ના સૌજન્યથી, માંડવીના દહેરાસરની તથા સ્થાનકના સર્વ કર્મચારી- મહેતાજીઓ- પૂજારીઓને મીઠાઈના બોક્ષ સાથે ઠંડીથી રક્ષણ મેળવવા કમ્બલની ભેટ આપવામાં આવી હતી.
પ્રભુ ભક્તિમાં શ્રીમતી હાર્દિકા પ્રદીપભાઈ શાહ (અમેરિકા) તરફથી માંડવી શહેરના સાત દહીરાસર તથા જૈન આશ્રમ, 72 જિનાલય સહિત કુલ નવ દેરાસરમાં એક લીટર દેશી ઘી, 12 અગરબત્તીના પેકેટ, 12 પગલુછણા, નૈવેધ, ફળ, ચોખા વગેરે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.
માનવ સેવામાં દિવાળીના પાંચ દિવસ નાના બાળકોને તથા વડીલોને (ગરીબ પરિવારો)ને મિષ્ટાન આપવામાં આવેલ હતું. માનવસેવાના આ કાર્ય માટે અચલગચ્છ જૈન સંઘ માંડવી, મેહુલ અભયભાઈ શાહ, શશીકાંતભાઈ રાજપારભાઈ શાહ (હસ્તે:- શારદાબેન), માતૃશ્રી મૃદુલાબેન રશ્મિકાંતભાઈ શાહ (હસ્તે:- નિરવભાઈ) અને માતૃશ્રી જશવંતીબેન વીરસેનભાઇ ભાછા (હસ્તે:- પુનિતભાઈ) તરફથી આર્થિક સહયોગ સંસ્થાને પ્રાપ્ત થયો હતો.
સાધર્મિક ભક્તિમાં નટવરલાલ કેશવલાલ સંઘવી – મુંબઈના સૌજન્યથી જૈન આશ્રમ મધ્યે માનસિક દિવ્યાંગોને મિષ્ટાન ભોજન આપવામાં આવેલ હતું.
આ સેવાયજ્ઞમાં સંસ્થાના નરેશભાઈ શાહ, લહેરીભાઈ શાહ, અજીતભાઈ પટવા, એડવોકેટ ઉદયભાઇ શાહ, રાજીવભાઈ બી. શાહ અને કીર્તિભાઈ વસા વગેરે જોડાયા હોવાનું સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા