માંડવી તા. ૧૩/૧૧
માનવસેવા અને જીવદયાપ્રેમી માંડવીના પૂર્વ નગરપતિ અજીતભાઈ સાધુનું ઓસ્ટ્રેલિયા મધ્યે પોતાની દીકરીના ઘરે હાર્ટ એટેક થી નિધન થતા માંડવીમાં શોકની લાગણી ફેલાઈ છે.
71 વર્ષની ઉંમરના માંડવીના પૂર્વ નગરપતિ અજીતભાઈ સાધુને શ્રદ્ધાંજલિ અર્પતા માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહ અને જુગલભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, અજીતભાઈ સાધુ પોતાની દીકરીના ઘરે મળવા માટે ગયા હતા ત્યાં ગઈ તા. 10/11 ને શુક્રવારના રાત્રે આ દુઃખદ બનાવ બન્યો હતો. સદગત માનવસેવા અને જીવદયાપ્રેમી હતા. નિકી ગેસ એજન્સી પાસે દરરોજ જરૂરિયાત મંદોને નાસ્તો કરાવતા હતા. પદ્માવતી મંદિર (વીરાયતન વિદ્યાપીઠ પાસે)ના નિર્માણમાં તેમનો સિંહ ફાળો હતો. માંડવીના પૂર્વ ધારાસભ્ય સ્વ. જયકુમારભાઈ સંઘવીના તેઓ વફાદાર સાથીદાર હતા. યુવક ક્રાંતિ દળની સ્થાપના મા તેમનું યોગદાન હતું.
સ્વ. અજીતભાઈ સાધુએ પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્વ. ડી.પી. સાધુ, માંડવીના સર્જન ડો. સી. પી. સાધુ અને માંડવીની પ્રા. શાળા નં. 4 ના નિવૃત્ત શિક્ષક શ્રી એસ.પી. સાધુ ના ભાઈ થતા હતા.
સ્વ અજીતભાઈ સાધુને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, જૈન અગ્રણી દિનેશભાઈ શાહ અને જુગલભાઈ સંઘવી, વસંતભાઈ સંઘવી, કિરણભાઈ વી. સંઘવી, યોગેશભાઈ ત્રિવેદી, વિરલભાઇ વિ.શાહ, હર્ષદભાઈ સંઘવી વગેરે એ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા