બાળ મેળાનો હેતુ જીવન ધડતર પ્નવૃત્તિ દ્વારા શિક્ષણનો
શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંકુલ મધ્યે આવેલ શ્રી શાંતિલાલ કાનજી ગડા પાર્ટી પ્લોટ મધ્યે ીવધા એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા મેંગો ગ્લોબલ પ્નિ સ્કુલના સંયુકત ઉપક્રમે ગિજુભાઈ બધેકા (મૂછાળી મા)ના જન્મ શતાબ્દી વરસ નિમીતે બાળ મેળાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બાળ મેળામાં ભુજ શહેરની રપથી વધુ શાળાના બાળકોએ મુલાકાત લઈ જ્ઞાનવર્ધક મનોરંજન મેળવ્યુ હતુ.
આ બાળમેળાને શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજના પ્નમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા,ઉપપ્નમુખ શ્રી મુકેશભાઈ છેડા, મંત્રી શ્રી નરેશભાઈ શાહ, સહમંત્રી શ્રી હિરેનભાઈ પાસડ,જાણીતા દાનવીર શેઠશ્રી કમલેશભાઈ સંધવી, ડૉ. ઉમંગભાઈ સંધવી,સામાજીક આગેવાન શ્રી રમેશભાઈ સંધવી,શ્રીમતી જયોતિબેન સંધવી,ભુજ શહેર ટ્રાફીક પી.આઈ. શ્રી જાડેજા સર,ક.વી.ઓ. સખીવૃંદના શ્રીમતી ચેતનાબેન છેડા, શ્રીમતી નર્મળિાબેન સાવલા, સ્કુલના સંચાલક શ્રમીત કેતનાબેન મનિષ નાગડા વિગેરેના હસ્તે દિપપ્નાગ્ટય કરી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. આ વિશે વધુ માહિતી આપતા સંચાલીકા શ્રીમતી કેતનાબેન નાગડાએ જણાવ્યુ હતુ કે અમારી શાળાની એક દાયકાથી આ પ્નકારની વિવિધ પ્નવૃત્તિઓ કરાવી બાળકોનું ધડતર કરવામાં આવે છે.બાળકોને ચોપડીયુ જ્ઞાન કરતા સ્વ પ્નવૃત્તિઓમાં વધારે રસ પડતો હોવાથી બાળકોને ખરુ શિક્ષણ મળે છે. આ બાળ મેળામાં માટીકામ, રેંટીયો ચલાવવુ,કુંંભાર કામ, સિલાઈ કામ,સુથારી કામ(કારીગર શાળાના વિધાર્થીઓ દ્વારા), વેસ્ટમાંથી બેસ્ટ માળા બનાવવી,ટેટુ બનાવવા,છાપ કામ કરવું,યોગ્ય રીતે દાંત સફાઈ બ્રશ દ્વારા કેમ થાય તેનું જ્ઞાન,જુનું એટલે સોનુ જેમાં ટાઈપરાઈટર, જુના જમનાનામાં ઉપયોગમાં લેવાતા ટેલીફોન,વિજ્ઞાનના પ્નયોગો,લીફ મેંચીગ,ફુગ્ગા ફુલાવા દ્વારા ફેફસાંની કસરત,મગજ કસે તેવી રમતો,સાપ સીડીની રમત,ડાન્સ, મ્યુઝીક,ભુજ શહેર મધ્યે આવેલ દિવ્યાંગ બાળકોની શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના સ્વહસ્તે બનાવવમાં આવેલ દિવાળી સુશોભનની વસ્તુના સ્ટેાલે સૌ લોકેા નુ ધ્યાન ખેચ્યુ હતુ.ઉંટ સવારીનો આનંદ નાના ભુલકાઓએ માણ્યો હતો.બુક મેંકીગ , ફાયર સ્ટેશનની ફાયર વેન, ભુજ શહેર ટ્રાફીક પોલી દ્વારા રોડ સેફટીની માહિતી આપતો સ્ટોલ, ભુજ શહેર મધ્યે આવેલ પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટ કાર્ડ રાઈટીંગ અને પોસ્ટ કેમ કરવુ તેનુ વિસ્તૃત્ત માર્ગદર્શન નાના ભુલકાઓને આપવામાં આવ્યુ હતુ.આપના દેશના માન. વડાપ્નધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનર્ભરિ ભારતના સુત્રને સાર્થક કરતી નાની બાળા કુ. કયારા નાગડા દ્વારા રાખવામાં આવેલ સ્ટેશનરી વસ્તુના સ્ટેાલે સૌનુ ધ્યાન ખેચ્યુ હતુ. આ બાળમેળાને સફળ બનાવવા માટે કચ્છ યુનિ.માં માસ્ટર કરતા વિધાર્થીઓ,ડાયટમાંથી બી.એડ કરતા વિધાર્થી અને વિધાર્થીનીઓ, વિષ્ણુભાઈ, રુતિવદભાઈ, ગીતાબેન, જયોતીબેન,મેંગો ગ્લોબલ પ્નિ સ્કુલનો સમગ્ર કર્મચારીગણ,વિનોદભાઈ બારીયા ,કમલેશ રાજપુત,રાજભાઈ વિગેરેએ જહેમત ઉઠાવી બાળમેળાને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ બાળમેળાનો મુખ્ય હેતુ વાલીઓ સુધી એ સંદેશ પહોંચાડવાનો હતો કે પ્નવૃત્તિઓ બાળકોનો હદય છે,જાે બાળક પ્નવૃત્તિમાં પરોવાયેલો રાખશો તો એ મોબાઈલ અને ટી.વી.થી દુર રહેશે અને પોતાનો સર્વાગી વિકાસ સાંધી શકશે.વાલીઓએ બાળકો માટે વિવિધ જ્ઞાન સાથે ગમ્મત કરાવતી પ્નવૃત્તિઓ સાથે બાળકેાને યોગ્ય સમય આપવાની જરૂર છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા