ભુજ નગર પાલિકાના સત્તાધીશો અને ભુજ શહેર શેરી ફેરીયા સંગઠન સાથે સંકલન બેઠક યોજાઈ.

ભુજ તા.૦૪

સૌનો સાથ સૌનો વિકાસ, ના સૂત્રને સાર્થક કરતા ભુજ નગરપાલિકાના નવનિયુક્ત સત્તાધીશો દ્વારા આજરોજ ભુજ શહેર શેરી ફેરીયા સંગઠન ના હોદ્દેદારો ટાઉન વેન્ડિંગ કમિટીના સભ્યો અને જિલ્લા સમિતિ સાથે બેઠક યોજવામા આવી હતી. ભુજ શહેરના વિકાસમાં શેરી ફેરીયાઓની જરૂરિયાત અને શહેરના વિકાસમાં શેરી ફેરીયાઓ ની સહભાગીતા ને આવકારતા સાથ સહકારની ખાતરી ઉચ્ચારી હતી.

કારોબારી સમિતિના ચેરમેન શ્રી મહિદીપસિંહ જાડેજા સત્તા પક્ષના નેતા શ્રી કમલભાઈ ગઢવી નગરસેવક શ્રી કાસમભાઈ કુંભાર અને વિપક્ષી નગર સેવક શ્રી કાસમભાઈ સમાની ઉપસ્થિતિમાં આજરોજ ભુજ નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી સમિતિના ચેરમેન શ્રી મહિદીપસિંહ જાડેજા દ્વારા શેરી ફેરીયા સંગઠનના સદસ્યોને હોદ્દેદારોને ભુજ શહેરમાં આગામી દિવસોમાં પ્લાસ્ટિકના ઝભલા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. દરેક ફેરીયા પોતાની લારી સામે દેખાય તેવી રીતે ડસ્ટબિન રાખવાનું રહેશે. શક્ય તેટલા પ્રમાણમાં ડસ્ટબીન નગરપાલિકા દ્વારા આપવામાં આવશે જે, ફેરીયા પોતાની ગાડી સામે દેખાય તે રીતે રાખવાનું રહેશે. નવા બસ સ્ટેન્ડ નું ટૂંક સમયમાં લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે તે વિસ્તારના શેરી ફેરીઓ ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે ગોઠવણી કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે આ સાથે જ તેમણે વધુમાં અપીલ કરતાં જણાવ્યું હતું કે ભુજ શહેરના નાગરિકો પણ જ્યારે ખરીદી કરવા માટે જાય ત્યારે થેલી સાથે લઈને જાય તે જરૂરી છે શેરી ફેરીયા સંગઠનની યાદીમાં જણાવ્યા મુજબ આજની બેઠક સંપૂર્ણ રીતે હકારાત્મક રહી હતી અને આવનારા દિવસોમાં દરેક ઝોન વાઇઝ (ઝોન પ્રમાણે) બેઠક કરવાનું આયોજન કરવામાં આવેલ છે તથા આગામી દિવસોમાં નવા વેડિંગ જોન માટેનું પ્રપોઝલ તૈયાર કરી અને ટૂંક સમયમાં જિલ્લા કલેકટરશ્રી અને રાજ્ય સરકારશ્રીને મંજૂરી અર્થે મોકલવામાં આવશે તે બાબતમાં વર્તમાન બોડી સંપૂર્ણપણે હકારાત્મક અભિગમ સાથે સહકાર આપવા ની પ્રતિભદ્રતા ધરાવે છે તેવું તેમણે જણાવેલ હતું આજની બેઠકમાં ટાઉન વેડીંગ કમિટીના સભ્ય શ્રી મયુરભાઈ ગોર, ભુજ શહેર શેરી ફેરીયા સંગઠનના પ્રમુખશ્રી અભિષેક ઠક્કર, નેશનલ હૉકર ફેડરેશન ગુજરાતના જનરલ સેક્રેટરી અને ભુજ શહેર શેરી ફેરીયા સંગઠનના કોર્ડીનેટર મહમદ લાખા ઉપરાંત જિલ્લા સમિતિના વિમલસિંહ ચૌહાણ, સુનિલ પટણી, જયેશભાઈ ખત્રી, યશ ખત્રી, ધવલભાઇ ગોર, કલ્યાણ સિંહ પ્રજાપતિ, મેહુલભાઈ જોશી, રજાક ચાકી, અને સક્રિય સભ્યો તથા સંગઠનની કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેવું મીડિયા કન્વીનર રાજનગીરી ગોસ્વામી અને યસ ખત્રીની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *