કોમીએકતા નાં મસીહા પીર સૈયદ મખદુમઅલી બાપુ કાદરી (ર. અ.)નું ત્રીજો ઉર્ષ ઉજવાયો

*બાપુ એ પોતાનું સમગ્ર જીવન સેવા અને સદભાવના માટે અર્પિત કર્યું હતું.*

માંડવી તા.૨૯

કચ્છ ની કોમીએકતા અને ભાઈચારા નાં પ્રતીક , ગરીબો નાં બેલી , સેવા નાં ભેખધારી સૂફીસંત (ઔલિયા) એવા સૌના દુઆગીર પીરે તરીક્ત પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ કાદરી રહમતુલ્લાહ અલયહે (અંજારવાલા) નાં ત્રીજા ઉર્ષ શરીફ ની મોટા સલાયા – માંડવી મધ્યે ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યા માં તમામ ધર્મ ના લોકો જોડાયા હતા.આજુ-બાજુ નાં તમામ ગામડાઓ માંથી અકીદતમંદો , શ્રદ્ધાળુઓ , મુરીદો ઉર્ષ માં હાજર રહ્યા હતા.

બાપુ નાં ઉર્ષ નિમિત્તે માંડવી- મોટાસલાયા મધ્યે આવેલ બાપુ નાં નિવાસસ્થાને થી દરગાહ શરીફ સુધી સવારે ૧૦:૩૦ વાગ્યે ચાદર નું જુલુસ કાઢવામાં આવ્યું હતું. ત્યાર બાદ પીરસાહેબ ની દરગાહ શરીફે ચાદર ચઢાવવામાં આવેલ હતી. આ પ્રસંગે બાપુ નાં મોટા ફરઝંદ અને ગાદીપતિ એવા સૌના દુઆગીર પીર સૈયદ કૌશરઅલીશાહ બાપુ એ હિન્દુ મુસ્લિમ એકતા અને દેશ માટે ખાસ દુઆ કરી હતી.

બાપુ નાં ઉર્ષ નિમિત્તે દરગાહ શરીફે મખદુમઅલી બાપુ નાં મુર્શીદ (ગુરૂ) કુદવતુલ ઔલિયા હઝરત પીર સૈયદ કાસીમઅલી બાપુ રહમતુલ્લાહ અલયહે નાં ફરઝંદ હઝરત પીર સૈયદ દાદાબાપુ કાદરી (કોડીનારવાલા – જેતપુર), પીર સૈયદ અબ્દુલ કાદીર બાપુ કાદરી(જેતપુર), પીર સૈયદ ઈર્શાદઅલી બાપુ કાદરી (જેતપુર) એ ખાસ હાજરી આપી દુઆ કરી હતી.

બાપુ નાં ઉર્ષ નિમિત્તે દરગાહ શરીફે અઝમતે અહલેબૈત મજલિસ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હઝરત પીર સૈયદ દાદાબાપુ કાદરી(કોડીનારવાલા -જેતપુર) એ પયગમ્બર સાહેબ ની હદીસ ની રોશની માં અહલેબૈત અને મૌલા અલી અલયહિસ્સલામ નાં મકામ ની અઝમત સમજાવી હતી.માતા – પિતા નાં હક્કો વિશે ખુબ જ અગત્ય નાં સૂચનો કરયા હતા. સાથે તેમણે જણાવ્યું હતું કે , જે વ્યક્તિ પોતાના માતા પિતા ની સાચા હૃદય થી સેવા કરે છે તે વ્યક્તિ ને માતા પિતા ની દુઆઓ થી પરવરદીગાર ઉચ્ચ દરજ્જો આપે છે.

તેમણે વધુ માં જણાવ્યું હતું કે , પીર સૈયદ હામખદુમઅલીજીમખદુમઅલી હાજીતકીશાહ બાપુ એક મહાન વલી (ઔલિયા) હતા. તે હંમેશા અમર રહેશે. અને તેમના થી હંમેશા લોકો ને ફૈઝ (આશીર્વાદ) મળતો રહેશે.તેમની દરગાહે આવનાર અકીદતમંદો અને શ્રદ્ધાળુઓ ની આશાઓ પુરી થશે. જે લોકો બીજા લોકો ની સેવા અને દેશહિત માં કાર્યો સાથે આ ફાની દુનિયા થી વિદાય લે છે તે વિદાય પછી પણ અમરતા પ્રાપ્ત કરે છે. અને સદાય અમર રહે છે. વધુ માં સમગ્ર દેશ માં કોમીએકતા જળવાઈ રહે અને પરવરદિગાર સમગ્ર માનવજાત ને મેહફુઝ રાખે એવી દુઆ કરી હતી. બાપુ નાં બન્ને પુત્રો(ફરઝંદો) પીર સૈયદ કૌશરઅલીશાહ બાપુ તથા પીર સૈયદ અસગરહુસૈન બાપુ ને બાપુ નાં કાર્યો ને આગળ વધારવા માટે તેમજ કોમીએકતા અને માનવજાત ની સેવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે ખાસ દુઆ કરી હતી.પીર સૈયદ મખદુમ અલી બાપુ કાદરી (ર.અ) એ પોતાના પીરો મુર્શીદ (ગુરૂ) હઝરત પીર સૈયદ કાસીમ અલી બાપુ કાદરી જીલાની (ર.અ) પાસેથી ફૈઝ હાંસીલ કર્યો હતો અને પોતાના પીરો મુર્શીદ (ગુરૂ) થી ખુબજ મોહબ્બત અને અકીદત રાખતા હતા અને પોતાના છેલ્લા શ્વાસ સુધી તેમના રંગ માં રંગાયેલા હતા…

આ પ્રસંગે સચ્ચિદાનંદ સંપ્રદાય નાં ગાદીપતી મહંતશ્રી ત્રીકમદાસજી મહારાજ , રામસખી મંદિર અંજાર નાં મહંત કીર્તિચંદજી નિમાવત , સ્વામી અક્ષરપ્રકાશદાસજી તેમજ ગુજરાત નાં પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહીર , ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે વગેરે દ્વારા બાપુ ને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી.

મજલિસ પ્રસંગે બાપુ નાં મોટા ફરઝંદ પીર સૈયદ કૌશરઅલી બાપુ, નાના ફરઝંદ પીર સૈયદ અસગરહુસૈન બાપુ, સૈયદ મો.ઉવેશશા (વાડા-માંડવી) , સૈયદ અહમદશા (બાયઠ), સૈયદ મોહસીનઅલી(અંજાર), સૈયદ અશરફશા, સૈયદ નસીબશા , સૈયદ હાસમશા, સૈયદ કરમશા જુસબશા , સૈયદ આમદશા જુસબ શા , સૈયદ હકીમશા , સૈયદ હાજીભચલશા ઇસ્માઇલશા નરેડીવાળા , સૈયદ દાદાબાવા , સૈયદ હૈદરશા (કોડાય), ઉલમાએ કિરામ , હાજીઆદ્યમ હાજીસિધિક થૈમ, હાજી ઈશા પટ્ટા શેઠ, હાજી અહમદ રૂમી , મેમણ હાજીદાઉદ સાંગાણી , કાસમભાઈ રાયમા , નુરમામદ શેરા , ઇલ્યાસ થૈમ , કાસમ થૈમ તેમજ મુસ્લિમ સમાજ નાં આગેવાનો , મુસ્લિમ ભડાલા જમાત નાં કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યા માં પીર સાહેબ નાં મુરીદો અને મુસ્લિમ સમાજ નાં આગેવાનો તથા ભાઈઓ હાજર રહ્યા હતા.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *