માંડવીમાં 21મી ઓક્ટોબરને શનિવારના રોજ જનકલ્યાણ મેડિકલ સોસાયટી તેમજ સ્વ. કુસુમબેન કિરણકુમાર સંઘવી પરિવાર તરફથી જૈન બહેનો માટે સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન તથા જાગૃતિનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં પ્રખ્યાત ગાયનેક સર્જન ડો. ચાર્મીબેન પવાણી સેવા આપશે.

માંડવી તા. ૧૯/૧૦
માંડવીમાં 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે કાર્યરત જનકલ્યાણ મેડિકલ સોસાયટી તેમજ સ્વ. કુસુમબેન કિરણકુમાર સંઘવી પરિવાર માંડવી (હસ્તે:- પૌત્ર અંશ, પૌત્રીઓ વૃત્તિ, રૂષવી અને આર્વી) તરફથી, તા. 21/10 ને શનિવારના બપોરના 3:30 થી 6:00 વાગ્યા સુધી જનકલ્યાણ મેડિકલ સોસાયટી (માંડવી – ભુજ હાઇવે – માંડવી) મધ્યે સ્તન જન જાગૃતિ માસ નિમિત્તે જૈન બહેનો માટે સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન થતાં જાગૃતિનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે.
આ કેમ્પમાં પ્રખ્યાત ગાયનેક સર્જન ડો ચાર્મીબેન પવાણી સેવા આપશે. જરૂર જણાશે, તેવા બહેનોને પેપ સ્મિયર ટેસ્ટ સંપૂર્ણ નિ:શુલ્ક કરી આપવામાં આવશે સોનોગ્રાફી તેમજ સ્તનની મેમોગ્રાફી જરૂર જણાશે તો નિ:શુલ્ક કરી આપવામાં આવનાર હોવાનું સંસ્થાના પ્રમુખ કિરણકુમાર વાડીલાલ સંઘવી તેમજ સંસ્થાના ટ્રસ્ટી તથા પ્રવક્તા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
જૈન બહેનો માટેના આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે. નામ નોંધાવવા માટે સંસ્થાના ફોન નંબર 7990099010 અને (02834) 224108 ઉપર સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ અને સહમંત્રી મહેશભાઈ કંસારા એ જણાવ્યું હતું.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *