કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના અધ્યક્ષ શ્રી શંકરભાઈ સચદે નુ ઘનશ્યામ નગર, દરજી કોલોની, કામનાથ વાડી વિસ્તારના
રહેવાસીઓ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયું
“જીવન ગૌરવ” એવોર્ડ હિન્દી ના પ્રચાર પ્રસાર ક્ષેત્રે 35 વર્ષથી નિષ્ઠાપૂર્વક સેવાઓ આપવા બદલ કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના અધ્યક્ષ શ્રી શંકરભાઈ સચદે નુ અખિલ ભારત રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા સન્માન કરાયુ હતુ પ્રાંતિય સમિતિ દ્વારા સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ
શ્રી માનવ જ્યોત, કચ્છ ઇતિહાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, ઘનશ્યામ નગર દરજી કોલોની ના રહેવાસીઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું
શ્રી કિરીટભાઈ સોમપુરા, શ્રી બળવંતસિંહજી વાઘેલા, બેંક ઓફ ઈન્ડિયાના ભુજ શાખા ના મુખ્ય પ્રબંધક શ્રી એચ આર ઝાવરે અને સર્વે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું
વિ.હિ.પ. પરિષદના અધ્યક્ષ શ્રી બળવંતસિંહજી વાઘેલા એ પ્રાસંગિક દ્વારા શ્રી શંકરભાઈ સચદેના રાષ્ટ્રભાષા પ્રચારના કાર્યની પ્રશંસા કરી શુભેચ્છાઓ આપી હતી. શ્રી શંભુભાઈ સી. જોશી એ શ્રી શંકરભાઈ ને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે જે આપણા વિસ્તારનું ગૌરવ છે અને સચદે સાહેબ સારા દાતા અને વક્તા છે એવું જણાવ્યું હતું અને નવરાત્રી પર્વની સર્વેને શુભેચ્છાઓ આપી હતી શ્રી સચદે સાહેબ પાસેથી નિયમિતતા ના પાઠ શીખવા જેવા છે જે ધન્યવાદને પાત્ર છે.
શ્રી દિનેશભાઈ સોની શ્રી મહેશભાઈ ગોસ્વામી શ્રી જયંતીભાઈ ઠક્કર, શ્રી વિનોદભાઈ દરજી, શ્રી મનોજભાઈ ત્રિવેદી, શ્રી મેઘુભા જાડેજા, શ્રીમતી પુષ્પાબેન સચદે, શ્રીમતી હીનાબેન સોમપુરા, શ્રીમતી શિલ્પાબેન માણેક, શ્રીમતી નિર્મલાબેન સોની વિ. એ. શ્રી શંકરભાઈ સચદે ને સન્માનપત્રક આપી સાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી અભિવાદન કર્યો હતો.
બાલાશંકરભાઈ સોમપુરા, કેતનભાઇ શિલ્પી, સુહાસભાઈ જોશી, હરિભાઈ શાહ, બલુમલ ટેકવાણી, સરસ્વતીબેન ઠક્કર, સુરેખાબેન જોશી, લક્ષાબેન ધામેચા વી.એ. પ્રાસંગિક દ્વારા શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. ઉપસ્થિત સૌ મહેમાનોને તુલસીના રોપાઓ માનવજ્યોત સંસ્થા દ્વારા આપવામાં આવ્યા હતા. શંકરભાઈ સચદે એ પ્રતિભાવ રૂપે અભિવાદન માટે સૌનો આભાર માન્યો હતો.
શ્રી ગુંજનભાઈ દોશીએ આભાર દર્શન કર્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી શંભુભાઈ સી. જોશી એ કર્યો હતો.
અહેવાલ :- ઇમરાન અવાડીયા