શ્રી ખલ્ફાન પ્રાથમિક શાળામાં કર્મનિષ્ઠ શિક્ષિકા શ્રીમતી દત્તાબેન બાબુલાલ શાહનો ભવ્યાતિભવ્ય વય નિવૃત્તિ અભિવાદન સમારોહ યોજાયો હતો. દત્તાબેન શાહ તથા કિશોરભાઈ શાહ દંપત્તિનું પુષ્પવર્ષા અને પુષ્પ માળાઓથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રીમતી મૌસમીબેન જોશીના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો પણ જોડાયા હતા. શ્રી ખલ્ફાન પ્રાથમિક શાળાની ધોરણ ૬ થી ૮ની બાળાઓએ સ્વાગત ગીત દ્વારા દત્તાબેન શાહ તથા આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. શાળાના આચાર્ય વસંતભાઈ કોચરાએ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને આવકાર કર્યું હતું. ત્યારબાદ ગ્રુપ શાળાના આચાર્યા નીલમબેન ગોહિલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
વિદાયમાન કાર્યક્રમના અધ્યક્ષા શ્રીમતી મૌસમીબેન જોશીનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે માંડવી બી.આર.સી. મેહુલભાઈ શાહ, ગ્રુપ શાળાના આચાર્યા નીલમબેન ગોહિલ, ખલ્ફાન દામાણી સી.આર.સી. મીરાબેન જોશી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, પૂર્વ આચાર્ય હીરાલાલ ગોહિલ, પૂર્વ આચાર્ય જીતેન્દ્રભાઈ સોની, માંડવી નગરસેવક મરીયમબેન રોહા, એસએમસી અધ્યક્ષા માસુમાબેન પંજાબી, હેમલતાબેન શાહ, મુલેશભાઈ શાહ, ડોલીતા મિસ્ત્રી, જીગીશા અને જીતકુમાર મહેતા, રમીલાબેન કોચરા, ડોલીબેન ઝાલા વગેરેનો મોમેન્ટો અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
દત્તાબેન શાહ સાથે ૨૧ વર્ષના સ્વાનુભવો-સંસ્મરણો ઉષાબેન સોલંકીએ રજૂ કર્યા હતા. ત્યારબાદ વય નિવૃત્તિ અભિવાદન પત્રનું વાંચન મનિષાબેન ડાભીએ કર્યું હતું. શાળામાંથી વિદાય લેતા શ્રીમતી દત્તાબેન શાહ અને તેમના જીવનસાથી કિશોરભાઈ શાહનું શાળા પરિવારે ગોલ્ડ મોમેન્ટો-ગીફટ, અભિવાદન પત્ર, સ્ટોલ અને પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું. દત્તાબેનની બંને દીકરીઓ ડોલિતા અને જીગીશા એ પોતાની માતાને વય નિવૃત્તિ પ્રસંગે અનમોલ ગોલ્ડન કાંડા ઘડિયાળ ભેટ આપ્યું હતું. ત્યારબાદ શાળાને સ્મૃતિભેટ દત્તાબેન શાહે શાળાના આચાર્ય વસંતભાઈ કોચરાને અર્પણ કરી હતી. ત્યારબાદ દત્તાબેન શાહે ખલ્ફાન શાળા સ્ટાફ તથા પોતાના કુટુંબીજનોને રીટર્ન ગિફ્ટથી સન્માનિત કર્યા હતા.
ત્યારબાદ ધોરણ ૮ની બાળાઓએ વિદાયગીત રજૂ કર્યું હતું. ત્યારબાદ પેટા શાળાના આચાર્યો જેમાં જૈન નુતન શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી, રતનશી મૂળજી કન્યા શાળાના આચાર્ય બળવંતસિંહ ઝાલા, જયંત ખત્રી શાળાના આચાર્ય રીતેશગર ગુસાઈ, ઈબ્રાહીમ પબાણી કન્યા શાળાના આચાર્યા કમલબેન મોનાણી, બાબાવાડી શાળાના આચાર્યા નયનાબેન દવે વિવિધ આચાર્યોએ દત્તાબેન શાહનું સન્માન કર્યું હતું. ત્યારબાદ દત્તાબેન શાહે પેટા શાળાઓના આચાર્યોને રીટર્ન ગિફ્ટથી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ શાળાના સફાઈ કામદાર કાજલબેન પરમારને દત્તાબેન શાહે ગીફ્ટ આપી સન્માનિત કર્યા હતા.ત્યારબાદ ધોરણ ૮ની વિદ્યાર્થીની સૈયદ સુહાના એ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ઘાંચી માહિદા એ વિદાય શાયરી દ્વારા દત્તાબેનને વિદાય આપી હતી. ડોલીતા મિસ્ત્રી, જીતુભાઈ સોની, હીરાલાલ ગોહિલ, મીરાબેન જોશી, દિનેશભાઈ શાહ, માંડવી બી.આર.સી. મેહુલભાઈ શાહ વગેરે એ પ્રેરણાદાયી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ દત્તાબેન શાહે દુર્ગાપુર શાળામાં ૧૨ વર્ષ અને ખલ્ફાન શાળામાં વિતાવેલા ૨૭ વર્ષની શિક્ષણયાત્રાના સંભારણા યાદ કર્યા હતા. અંતમાં સમારંભના અધ્યક્ષા મૌસમીબેન જોશીએ પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન લીનાબેન બ્રહ્મક્ષત્રિયએ કર્યું હતું. નફીસાબેન ખત્રી અને પ્રવિણાબેન પટેલે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આભારવિધિ શાળાના શિક્ષક વિમલભાઈ રામાનુજે કરી હતી. વિદાય કેક કાપીને ઊજવણી કરીને આમંત્રિત મહેમાનો, દત્તાબેન શાહનો પરિવાર, શાળા પરિવારે સ્વરૂચી ભોજન સાથે લીધું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડિયા