માંડવીના જૈન આશ્રમમાં એક શામ વડીલો કે નામ કાર્યક્રમ યોજાયો

છેલ્લા 14 વર્ષથી વિવિધ સેવા ક્ષેત્રે કાર્યરત, જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે, તાજેતરમાં દાતા માતૃશ્રી કુંવરબેન છગનલાલ દોશી પરિવાર(રવ-થાણા) ના સહયોગથી માંડવીના જૈન આશ્રમમાં 100 જેટલા માનસિક દિવ્યાંગો માટે “એક સામ વડીલો કે નામ” કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
જૈન આશ્રમ ના પ્રાંગણમાં સંસ્થાના પ્રમુખશ્રી વી. જી. મહેતા (ભુજ)ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમનો શુભારંભ મંત્રાધીરાજ નવકાર મહામંત્રના જાપ સાથે કરાયો હતો. સ્વાગત પ્રવચનમાં જૈન આશ્રમના સંચાલક અનિલભાઈ ટાંકે સૌને આવકાર્યા હતા.
પ્રથમ ચરણમાં આશ્રમવાસી ભાઈ બહેનો માટે પ્રાર્થના, ભક્તિગીત નવકાર ધૂન, કોણ બનેગા જ્ઞાનવીર, વન મિનીટ ગેમ, તોલ મોલ કે બોલ વગેરે કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં દરેક આશ્રમવાસીઓ ઉલ્લાસભેર જોડાયા હતા અને ભારે મોજ કરી હતી. જેના વિજેતાઓને પુરસ્કૃત કરાયા હોવાનું સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આગળના ચરણમાં તમામ આશ્રમવાસી ભાઈ બહેનોને રોજબરોજ ઉપયોગમાં આવતી ચંપલ, હાથ રૂમાલ, દંતારા, મોજા, નેઇલકટર, સાબુ, બ્રશ, પેસ્ટ, શેમ્પુ વગેરે વસ્તુઓનું વિતરણ કરાયું હતું અને દરેકને ભાવતા ભોજન અપાયા હતા.
સમારોહના અધ્યક્ષ સ્થાનેથી, સંસ્થાના પ્રમુખશ્રી વી.જી.મહેતાએ વડીલોને ઘરના મોભી અને પથદર્શક ગણાવી તેમનામાં ઉલ્લાસ અને ઉમંગનો સંચાર કરવા દર મહિને એક કાર્યક્રમ યોજવાની સંસ્થાવતી ઘોષણા કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે લક્ષ્મીબેન સાવલા એ આભાર દર્શન કરેલ હતું.
કાર્યક્રમને સફળ બનાવવા જયેશભાઈ ચંદુરા, પ્રદીપભાઈ દોશી, શાંતિલાલ મોતા, ચિંતન મહેતા, ઓજસ શેઠ, અનસુયાબેન શાહ, જયશ્રીબેન ગિરનારી વગેરે એ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ :- ઇમરાન અવાડીયા, કચ્છ

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *