સ્વચ્છતા હી સેવા થકી સ્વચ્છતાના આગ્રહી એવા પૂજ્ય બાપુને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ

દાહોદ જિલ્લામાં ‘એક તારીખ, એક કલાક’ના સૂત્ર સાથે “સ્વચ્છતા હિ સેવા” અંતર્ગત મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

કલેકટર કચેરી દાહોદ ખાતે જિલ્લા કલેકટર શ્રી ડો હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો

સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસને કેન્દ્રમાં રાખીને ઓક્ટોબર મહિનામાં ‘સ્વચ્છતા હી સેવા’ ના સૂત્ર સાથે પખવાડાની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે તા.૧ લી ઓક્ટોબર, ૨૦૨૩ ને રવિવારના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેના ભાગરૂપે જિલ્લા સેવા સદન દાહોદ ખાતે કલેકટર શ્રી ડો હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.


આ કાર્યક્રમમાં કલેકટર શ્રી ડો હર્ષિત ગોસાવી સહિત જિલ્લા પંચાયત પ્રાંગણ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સહિત અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.


આ પ્રસંગે કલેકટર શ્રી ડો હર્ષિત ગોસાવી એ જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેઓએ દેશમાં સ્વચ્છતા માટેનું અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે આજે પહેલી ઓક્ટોબરના દિવસે પણ દરેક સમાજના નાગરિકો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાઈને એક કલાકના સમયનું શ્રમદાન સમગ્ર દેશના નાગરિકો એક જ સમયે કરી રહ્યા છે. દાહોદ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત થઈને આ સ્વચ્છતાના કાર્યક્રમને સફળ બનાવ્યો છે. વધુમાં તેમને ઉમેર્યું કે જિલ્લાના દરેક તાલુકા અને ગામમાં ઓછામાં ઓછી એક શ્રમદાનની ગતિવિધિ થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ શ્રમદાન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ને પ્રોત્સાહન મળે તે પ્રકારનું છે. શ્રમદાન થકી એકત્રિત થયેલા કચરાનો યોગ્ય નિકાલ થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ એ જણાવ્યું કે સાથે જિલ્લાના સૌ નાગરિકોને પોતાના વિસ્તારમાં સફાઈ અભિયાનમાં જોડાઇને શ્રમદાન કરવા અને પોતાના ઘર-ઓફિસ તથા કામના સ્થળે કાયમ માટે સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરી હતી. કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, જિલ્લાની મેડિકલ કોલેજ, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ કરવામાં આવ્યું હતું.
આ ભગીરથ કાર્યમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રથિક દવે,નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલ, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઈરાબેન ચૌહાણ,સહિત અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ જોડાયા હતા .

અહેવાલ :- શેખ અબ્દુલ કાદિર

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *