ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ના બેનર હેઠળ સરકારશ્રી ની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના હેઠળ જરૂરતમંદ લોકોને આયુષ્યમાન કાર્ડ નિશુલ્ક બનાવી આપવાની સેવા શરૂ કરવામાં આવી હતી
આ સેવાનું શુભારંભમાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના પ્રચાર પ્રસાર સંયોજક શ્રી રાજેન્દ્રભાઈ કુબાવત ઉપસ્થિત રહ્યા હતા અને મુંદરા શાખા ના પ્રમુખ શ્રી પરાગભાઇ સોમપુરા, , મંત્રીશ્રી કેતનભાઈ પ્રજાપતિ, ખજાનચી શ્રી રેનીશભાઈ રાવ, પ્રોજેક્ટ સંયોજક કપિલભાઈ વ્યાસ, મહિલા સંયોજિકા પ્રિયંકાબેન, સહસંયોજિકા મમતાબેન ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી સેવા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આયુષ્યમાન કાર્ડ બનાવી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય પ્રવૃત્તિ ના સંયોજક શ્રી કપિલભાઇ વ્યાસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મુંદરા ના બારોઇ રોડ પર આવેલ શિવમ સ્ટેશનરી ખાતે આ સેવા સંસ્થાના એક કાયમી પ્રકલ્પ તરીકે લોકો માટે શરૂ રહેશે. અને આ સેવાનો લાભ બધા નિશુલ્ક મેળવી શકશે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા શિવમ સ્ટેશનરી ના શ્રી જયરાજભાઈ સરવૈયા નો વિશેષ ફાળો રહ્યો હતો અને મંજુલભાઈ ભટ્ટ, તુષારભાઈ શાહ, ડો. કુરેશી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
અહેવાલ :- ઇમરાન અવાડીયા