સદગતની સ્મશાન યાત્રામાં જ્ઞાતિના અને અન્ય જ્ઞાતિના લોકો બહોળી સંખ્યામાં જોડાયા.
માંડવી તા. ૨૯/૦૯
માંડવી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અશ્વિનભાઈ ઓઝા (ઉંમર વર્ષ 57) નું અકાળે નિધન થતાં, જ્ઞાતિમાં અને માંડવીમાં શોકની લાગણી ફેલાઈ છે.
સદગત અશ્વિનભાઈ માંડવી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ વિદ્યામંદિર ટ્રસ્ટના સેવાભાવી કારોબારી સભ્ય હતા.
સદગત અશ્વિનભાઈ ઓઝા ને વિદ્યામંદિર ટ્રસ્ટના પ્રમુખ યોગેશભાઈ ત્રિવેદી તથા મંત્રી મુકેશભાઈ ત્રિવેદી, શ્રીમાળી સમાજના પ્રમુખ કેતનભાઇ ઓઝા તથા મંત્રી હર્ષભાઈ ત્રિવેદી, ઉપ-પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદી, ખજાનચી તુષારભાઈ વ્યાસ તથા સહમંત્રી શ્રવણભાઈ ત્રિવેદી તેમજ વિદ્યામંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, હરેશભાઈ ત્રિવેદી તથા જ્ઞાતિના આગેવાનોએ શ્રદ્ધાંજલિ અપીૅ હતી.
સદગતની સ્મશાન યાત્રામાં જ્ઞાતિના અને અન્ય જ્ઞાતિના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હોવાનું સામાજિક અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
સદગત અશ્વિનભાઈની પ્રાર્થના સભા આજે તા. 29/09 ને શુક્રવારના સાંજના ૪ થી ૫ વાગ્યા દરમ્યાન સાગરવાડી, માંડવી મધ્યે રાખવામાં આવેલ છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા