બેઠક માં પૂજયશ્રી એ ચાર મહત્વના મુદ્દા રજુ કર્યા
ગત રોજ સુરત (વેસુ) નગરે મહાવિદેહ ધામ મુકામે પદ્મભૂષણથી સન્માનિત જૈનાચાર્ય વિજય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજા સાથે રાષ્ટ્રરક્ષા- સંસ્કૃતિ રક્ષાના મહત્વપૂર્ણ વિષય પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતજી સાથે ચર્ચા થયેલ.
સવારે 10:30 થી 11:30 સુધી ચાલેલી આ મહત્વની બેઠકમાં જૈનાચાર્યશ્રીએ ચાર મહત્વના મુદ્દા રજૂ કર્યા
પ્રથમ મુદ્દામાં ચેરીટેબલ અને રીલીજીયસ ટ્રસ્ટમાં ઇન્કમટેક્સની નવી જોગવાઈ પ્રમાણે 85% જ બાદ મળશે અને 15% પર ટેક્સ ભરવો પડશે જ્યારે જુના કાયદા મુજબ સો ટકા બાદ મળતા કાયદામાં ભૂલ થતાં નવી જોગવાઈ પ્રમાણે ટ્રસ્ટી પર ક્રિમિનલ કેસ થશે જ્યારે જુના કાયદા મુજબ સિવિલ કેસનું પ્રોવિઝન હતું, અને ટ્રસ્ટીજો એકબીજાને લોન આપે તો પાંચ વર્ષમાં પરત કરી દેવી વગેરે નવી જોગવાઈ થી ઘણી સમસ્યાઓ ગુંચવણો ઊભી થાય એવી સંભાવના જણાતા આ મુદ્દે યોગ્ય વિચારણા કરવાની ભલામણ આચાર્યશ્રીએ કરી.
વધુમાં ઓટીટી પ્લેટફોર્મ પર જે કંઈ પ્રસારિત થાય છે એની આડ અસર દેશની યુવા પેઢી પર થતી દેખાય છે માટે અહીં સેન્સરશીપ રાખવામાં આવે એવું સૂચન પણ કરવામાં આવ્યું,
જ્યાં સેક્સ એજ્યુકેશન અપાઈ રહ્યું છે એવા દેશોના સર્વેક્ષણ પછી જે દુષ્પરિણામો જોવા મળે છે તેથી ભારતમાં સેક્સ એજ્યુકેશનની કોઈ જરૂર નથી એ બાબતની રજૂઆત પણ પુજયશ્રીએ કરી.
છેલ્લે રખડતા ઢોર વિશે ગુજરાતમાં જે નવી વ્યવસ્થા વિચારવામાં આવી રહી છે એ પીડાદાયક ગણાતા એમાં પરિવર્તન કરવાનું સૂચન પણ પાઠવવામાં આવ્યું,
આ તમામ મુદ્દે સર સંઘચાલક શ્રી એ પણ પોતાની ચિંતા રજૂ કરી હતી તેમજ જૈનાચાર્યશ્રીને મળવાનો આનંદ અભિવ્યક્ત કરતા તેઓ શ્રી જણાવ્યું કે જ્યારે પણ હું ગુરુદેવને મળું છું ત્યારે મારામાં નવી ઉર્જાનો સંચાર થાય છે તદુપરાંત તેઓએ રાષ્ટ્રરક્ષા-સંસ્કૃતિ રક્ષાના આશીર્વાદ મેળવ્યા સંપૂર્ણ મુલાકાતમાં તેઓની પ્રસન્નતા અને આત્મીયતા અભિવ્યક્ત થતી રહી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા