ધારાસભ્યશ્રીએ હકારાત્મક અભિગમ દાખવી લંબાણપૂર્વક ચર્ચા કરી માંડવીને ઝડપથી રેલ્વેની સુવિધા મળે તે માટે પ્રયાસો કરવા ખાત્રી આપી.
પ્રધાનમંત્રીના પ્રત્યુતર બાદ કાર્યાલય માંથી ફોન ઉપર હકારાત્મક પ્રત્યુતર મળ્યો.
સર્વાગીણ વિકાસ કાઉન્સિલ ગુરુવારે કચ્છના સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબની રૂબરૂ મુલાકાત લઇ રજૂઆત કરશે.
માંડવી તા. ૨૬/૦૯
માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રેરિત માંડવી કોમ્પ્રેહેન્સીવ કાઉન્સિલ માંડવી સર્વાંગીણ વિકાસ કાઉન્સિલના સભ્યોએ આજે તા. 26/09 ને મંગળવારના માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની રૂબરૂ મુલાકાત લઈ માંડવીને રેલ્વેની સુવિધા મળે તે માટે રજૂઆત કરી હતી.
માંડવી સર્વાંગીણ વિકાસ કાઉન્સિલના સભ્યો સર્વશ્રી વાડીલાલભાઈ દોશી, દિપકભાઈ પંડ્યા, રસિકભાઈ દોશી, ભરતભાઈ કપ્ટા, દિનેશભાઈ શાહ અને લિનેશભાઈ શાહ તેમજ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શ્રી નરેન્દ્રભાઈ સૂરુએ માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
સર્વાંગિણ વિકાસ સમિતિએ ધારાસભ્યશ્રીને માંડવીનો વર્ષો જૂનો રેલવેના પ્રશ્નોની રજૂઆતનો પત્ર પણ અર્પણ કર્યો હતો ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ હકારાત્મક અભિમુખ દાખવી કાઉન્સિલના મિત્રો સાથે લંબાણપૂર્વક ચર્ચા વિચારણા કરી હતી. અને માંડવીને ઝડપથી રેલ્વે મળે તે માટે પોતાનાથી શક્ય એટલા પ્રયત્નો કરવા ખાત્રી આપી હતી. પ્રધાનમંત્રી ને લેખીત રજૂઆત પત્ર દ્વારા કરવાની ખાત્રી આપી હતી. તેમણે કાઉન્સિલના મિત્રો ની રૂબરૂ માંડવીને રેલ્વે માટે અને કાઉન્સિલને મુલાકાત આપવા કચ્છના સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ સાથે ટેલિફોનિક વાત કરી હતી.
કાઉન્સિલના વાડીલાલભાઈ દોશીને પ્રધાનમંત્રી ના કાર્યાલયમાંથી માંડવીને રેલ્વે માટે સર્વેની કામગીરી શરૂ કરવાની વાત કરી મુંબઈના એરિયા પ્રોજેક્ટને મળવાની વાત કરી હતી. ભુજ (સુખપર), માંડવી 47.42 કિલોમીટરની સર્વેની વાત કરી હતી. કરેક્ટ સ્ટેટસ ક્લોઝ થયેલ છે તે હવે ઓપન કરવામાં આવે છે. તેવી માહિતી પણ આપી હતી. હાલમાં મુન્દ્રા તાલુકાના સીરાચા સુધી રેલ્વે છે જે તે ગુંદિયાળી સુધીનો વિકલ્પ આપવા કાઉન્સિલ જણાવશે.
અમદાવાદ – સુરત – વડોદરા – મુંબઈ અને વિદેશમાં જ્યાં જ્યાં કચ્છીઓ વસવાટ કરે છે તેમની મારફતે પણ માંડવીને રેલ્વેની સુવિધા મળે તે માટે કાઉન્સિલ રજૂઆત કરાવશે. સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં કચ્છીઓ વસે તેને મારફતે પણ રજૂઆત કરાવશે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા