છેલ્લા 14 વર્ષ થયા, વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રને તાજેતરમાં વિવિધ દાતાઓ તરફથી રૂપિયા 1,03,000/- નું મતદાર દાન મળ્યું હતું.
સંસ્થાની સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત તાજેતરમાં એક સદગૃહસ્થ તરફથી રૂપિયા 50,000/-, શ્રી નારાયણ શિવજીભાઈ ભુડીયા સુખપર (હાલે લંડન) તરફથી રૂપિયા ૨૫ હજાર, માતૃશ્રી જડાવબેન મોતીલાલભાઈ વસા અમદાવાદ તરફથી રૂપિયા 18000/-, માતૃશ્રી ઝવેરબેન કાંતિલાલ અમૃતલાલ વોરા તરફથી ₹10,000 મળી કુલ રૂપિયા 1,03,000/- નું માતબાર દાન મળ્યું હતું તેવું પ્રદીપ દોશી એ જણાવ્યું હતું.
દાનની રાશી ચિંતન મહેતા, અમિત વોરા, દર્શન વોરા, ડિમ્પલ વોરા, હેમ વોરા, વિશેષા વોરા, હેમા વોરા વિગેરેએ સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાને અર્પણ કરી હતી.
આ આવસરે ઓજસ શેઠ, દિનેશ મહેતા, હિમાંશુ મહેતા, ઋષભ દોશી, પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, શાંતિલાલ મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દાતા પરિવારનો આભાર માન્યો હતો તેવું સંસ્થાના માંડવીના પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા