રોકડા રૂપિયા ૧૮,૨૦૦/- તથા ગંજી પાના મળી કુલ્લે કિમત રૂપીયા ૧૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આઠ ઈસમો ઝડપાયા
રામોલ પોલીસ સ્ટેશનના સિનિ.પોલીસ ઈન્સપેક્ટર શ્રી સી.આર.રાણા નાઓએ રામોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ ઇન્ચાર્જ એ.એસ.આઈ હિરેન્દ્રસિંહ અનોપસિંહ તથા તેમની ટિમ ને તા:૦૭/૦૯/૨૦૨૩ ના રોજ દારૂ જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ.
જે દરમિયાન સર્વલેન્સ સ્કોડના માણસો પો.કો.મહિપાલસિંહ માનસિંહ તથા પો.કો.નિરવભાઇ રાજેશભાઇ તથા પો.કો.પ્રકાશભાઇ રઘુભાઇ નાઓને પેટ્રોલીંગ મા હતા ત્યારે બાતમી આધારે રામોલ ગીતા પાર્ક સોસા.મ.નં.૩૩ ની આગળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં પંચો સાથે રેડ કરતા આરોપીઓ નં.(૧) સંગ્રામભાઇ કુવરાભાઇ પંચાલ ઉ.વ.૪૮ રહે : મ.નં.૩૩ ગીતાપાર્ક સોસા.પરમેશ્વર સોસા.ની બાજુમાં રામોલ અમદાવાદ શહેર તથા નં.(ર) સંજયભાઇ ભીખાભાઇ પ્રજાપતિ ઉ.વ.૨૯ રહે : મ.નં.૩૩ ગીતાપાર્ક સોસા.પરમેશ્વર સોસા.ની બાજુમાં રામોલ અમદાવાદ શહેર તથા નં. (૩) દિનેશભાઇ ડાહ્યાભાઇ પંચાલ ઉ.વ.૩૭ રહે : મ.નં.બી/૪૦૨ રુદ્ર રેસીડેન્સી,પંચવટી સોસા.ની બાજુમાં બાપા સીતારામ ચોક વસ્ત્રાલ અમદાવાદ શહેર તથા નં.(૪) પ્રવિણભાઇ દેવચન્દ્રભાઇ પંચાલ ઉ.વ.૩૫ રહે : એચ/૫૦૪ શાશ્વત મહાદેવ ફલેટ,જીવન આર્યન ફ્લેટ પાસે વસ્ત્રાલ અમદાવાદ શહેર નં.(૫) કમલેશભાઇ લીલાચંદ પંચાલ ઉ.વ.૪૯ રહે : ૪૦૬ વૈભવ રેસીડેન્સી ફલેટ સુગન-૧૧૧ ફલેટની સામે નિકોલ અમદાવાદ શહેર નં.(૬) વિજયભાઇ લીલાચંદ પંચાલ ઉ.વ.૪૭ રહે : ૨૦૪ વૈભવ રેસીડેન્સી ફલેટ સુગન-૧૧૧ ફ્લેટની સામે નિકોલ અમદાવાદ શહેર નં.(૭) પ્રકાશભાઇ ડાહ્યાભાઇ પંચાલ ઉ.વ.૪૦ રહે : એફ/૩૦૩ વિશાલા લેન્ડમાર્ક ફલેટ મેરીગો હોટલની પાછળ નિકોલ અમદાવાદ શહેર નં.(૮) વિહાજી તરકાજી ઠાકોર ઉ.વ.૬૫ રહે : મ.નં.૨૨૧ જનતાનગર ભલાજી ઠાકોરના કુવા પાસે રામોલ અમદાવાદ શહેર નાઓને પૈસા પાનાથી હાર જીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂપીયા ૧૮,૨૦૦/- તથા ગંજી પાના નંગ:૫૨ મળી કુલ્લે કીમત રૂપીયા ૧૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
કાર્યવાહી કરનાર ટીમના માણસો:
એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ
અ.હેડ.કોન્સ.રમેશભાઇ મગનભાઇ
• અ.પો.કો.મહિપાલસિંહ માનસિંહ
. અ.પો.કો.નિરવભાઇ રાજેશભાઇ
અ.પો.કો.પ્રકાશભાઇ રઘુભાઇ અ.પો.કો.ધર્મેન્દ્રકુમાર ડાહ્યાભાઇ
અહેવાલ :- પ્રકાશ સોલંકી, અમદાવાદ