માંડવીના જાયન્ટ્સ સાહેલી ગ્રુપે દાતાના સહયોગથી માંડવીમાં એકીસાથે ત્રણ સેવાકીય પ્રોજેક્ટો તાજેતરમાં હાથ ધર્યા હતા.
સંસ્થાના પ્રમુખ શ્રીમતી રાજેશ્વરીબેન પરાગભાઈ સાધુ અને મંત્રી રજનીબા જાડેજાના જણાવ્યા મુજબ માંડવીની સિવિલ હોસ્પિટલમાં આવેલા બાલસેવા કેન્દ્રમાં કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર વિતરણ કરેલ હતું. બીજા પ્રોજેક્ટમાં સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓને ફ્રુટ વિતરણ કરવામાં આવેલ હતું. જ્યારે ત્રીજા પ્રોજેક્ટમાં માંડવીના શાખાના ગ્રાઉન્ડમાં ચાલતા ગાયમાતા અને શ્વાનો માટે બાજરો આપીને જીવદયા નો પ્રોજેક્ટ કરેલ હતો.
સિવિલ હોસ્પિટલમાં કરેલા બંને પ્રોજેક્ટના દાતા જાયન્ટ્સ વેલ્ફેર ફેડરેશન (રાજ્ય)ના ઉપપ્રમુખ અને કચ્છ જિલ્લાના પૂર્વ માધ્યમિક શિક્ષણાધિકારી ડો. મધુકાંતભાઈ આચાર્ય હતા. જ્યારે ત્રીજા જીવદયા ના પ્રોજેક્ટ ના દાતા માંડવીની જૈન નુતન પ્રાથમિક શાળા નંબર ૩ના પૂર્વ શિક્ષિકા સ્વ.રંજનબેન દિનેશભાઈ શાહનો પરિવાર હતો.
આ ત્રણેય પ્રોજેક્ટના સેવા કાર્યમાં માંડવી સાહેલી ગ્રુપના પ્રમુખ શ્રીમતી રાજેશ્વરીબેન પરાગભાઈ સાધુ, મંત્રી શ્રીમતી રજનીબા જાડેજા, ઉપ-પ્રમુખ જાગૃતિબેન ગટ્ટા, ફેડરેશન ૩બીના કો-ઓર્ડીનેટર કલ્પનાબેન જોશી, ફેડરેશન 3બી ના ઓફિસર ડો. પારૂલબેન ગોગરી અને સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરી આપનાર અને ગ્રુપના મેમ્બર દીપ્તિબેન વ્યાસ અને હર્ષાબેન ખત્રી જોડાયા હોવાનું ફેડરેશન ૩બી (રાજ્ય)ના પૂર્વ મીડિયા ઓફિસર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા