લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરા દ્વારા કલેક્ટર શ્રી અજય દહીયા ને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે કે
આપ સાહેબની તારીખ ૦૨/૦૯/૨૦૨૩ ની મોટા લીલીયા ગામની રૂબરૂ સ્થળ મુલાકાત અન્વયે,
જણાવવાનું કે, અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામે કાળુભાર તથા નર્મદાના પીવાના પાણીની વિતરણ માટે ઓટાકા અંતર્ગત યોજના પૂર્ણ થયેલ છે. ત્યારબાદ ઘરે ઘરે પીવાના પાણીના હાઉસ કનેક્શન આપવા માટેની યોજના WASMO કચેરી અમરેલી દ્વારા મંજુરી મેળવવામાં આવેલ છે. વાસ્મો કચેરીના જણાવ્યા મુજબ ૧૦ ટકા પ્રમાણે લીલીયા ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા ૯.૮૪ લાખ લોકફાળો ભરવાનો થાય છે, તો મોટા લીલીયા ગ્રામ પંચાયતની પાસે ઉપરોક્ત રકમ ઉપલબ્ધ નથી. અને ગામની ગ્રામ પંચાયતની આર્થિક પરિસ્થિતિ નબળી છે. તો ઉપરોક્ત લોકફાળા ના બદલે તેટલી રકમ શ્રમદાન રૂપે યોજનામાં જોગવાઈ કરી વહેલી તકે ટેન્ડર બહાર પડે તેમ કરાવી આપવા લીલીયા સરપંચ દ્વારા વિનંતી કરવા માં આવેલ છે.વિશેષમાં જણાવેલ કે, અમરેલી જિલ્લામાં મોટાભાગના ગામોમાં આવી રીતે લોકફાળા ની રકમને શ્રમદાનના રૂપે ગણીને હાઉસ કનેક્શન યોજનાઓ કરવામાં આવેલી છે. તો આ ગામને પણ તે પ્રમાણે લોક ફાળાની રકમ ભરવાના બદલે તેટલી રકમ શ્રમદાન રૂપે ટેન્ડરમાં જોગવાઈ રાખી WASMO અમરેલી મારફતે કામગીરી આગળ વધારવા નમ્ર વિનંતી લીલીયા સરપંચ દ્વારા કરવા માં આવી છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
અહેવાલ :- ઈમરાન પઠાણ, લીલીયા મોટા