સ્વામિનારાયણ સંપ્રદાયે ધર્મ ગ્રંથો સાથે જોડેલ પોતાનો ઈતિહાસ દૂર કરાય, સ્થાયી આશ્વાસન આપવામાં આવે : શંકરાચાર્ય
દ્વારકાના શંકરાચાર્યે આજરોજ હાલમાં ચાલતાં સાળંગપુર વિવાદ અંગે ચાલી રહેલા સમાધાનકારી પ્રયાસોને બિરદાવી આ અંગે વિસ્તૃત ટિપ્પણી કરી હતી. તેમણે જણાવેલ કે સ્વામિનારાયણ સંપ્રદાય સબંધે પ્રશ્નમાં સમાઘાનનો પ્રયાસ ચાલી રહયો છે ત્યારે ક્યા કયા કઇ કઇ બાબતો એ સમાધાન થવું જોઈએ તે માટે સમગ્ર ગુજરાતના સંત, મહામંડલેશ્વર, આચાર્ય મહામંડલેશ્વર, નાના મોટા આશ્રમનોના સંતો વચ્ચે મંત્રણા ચાલી રહી છે. સીધી વાત એ છે કે જે કારણે વિવાદ થયો છે તે કારણને જ નષ્ટ કરવુ જોઈશે. કારણને દૂર દઇએ તો આપમેળે સમાધાન થઈ જશે. એ લોકો દ્વારા હિન્દુ દેવી દેવતાના અપમાનજનક કરાતા નિવેદનો – કાર્યો બાદ એવું કહી દેવુ કે આ બધુ વેદવ્યાસે લખ્યુ છે. સ્કંદ પુરાણમાં લખ્યુ છે એવું કહી દેવું જે તદ્દન ખોટું છે. સ્કંદ પુરાણ કે વેદવ્યાસજીના ગ્રંથમાં કયાંય એવો ઉલ્લેખ નથી. વડોદરાની એમ.એસ.યુનિ., દ્વારકા સંસ્કૃત એકેડેમી સહિતની સેંકડો વર્ષ જૂની સંસ્થાની લાઈબ્રેરીમાં આવેલ ગ્રંથોમાં જોઈએ તો તેમાં કયાંક સ્વામિનારાયણ શબ્દનો ઉલ્લેખ નથી. નારાયણ શબ્દ નો ઉલ્લેખ છે. આથી જે શબ્દનો અર્થ ન હોય તેનો પ્રયોગ ન થવો જોઈએ.
સમાધાન થાય તે સારો સંદેશ છે. મૂર્તિ જેની પ્રત્યે વિરોધ છે તેને દૂર કરાય, જે ગ્રંથો સાથે તેમણે પોતાનો ઈતિહાસ જોડી દીધો છે તેને દૂર કરાય, અને હવેથી આવું ન થાય તેનું સ્થાયી આશ્વાસન આપવામાં આવે. સ્વામિનારાયણ સંપ્રદાયના પાંચ છ શાખા છે જેની સાથે સમન્વયથી એવો નિર્ણય લેવાય કે હવેથી આવું ન થાય તેવું સ્થાયી આશ્વાસન મળે. તેઓ પોતાની ઉપાસના તેમની પધ્ધતિથી કરે તેમા કોઈને આપત્તિ નથી. કોઈપણ દેવી દેવતાનું અપમાન કરી તમે તમારી ઉન્નતિ ન કરી શકો આ વાકય આજે ફરી શંકરાચાર્યે દોહરાવ્યું હતું.
અંદરોઅંદર લડાઈ કરવા કરતાં આ મામલે સર્વે હિન્દુ ધર્મના લોકોએ સમાધાનકારી વલણ અપનાવાય વિવાદ ખત્મ કરાય અને વિધર્મીઓ સામે લડાઈ કરવા, ગૌમાતાની રક્ષા કરવા, ધર્માંતરણ વિરૂધ્ધ સૌએ સાથે મળી આગળ આવવું પડશે. અંદરોઅંદર લડાઈથી બીજાને બળ મળશે. હિન્દુ ધર્મના લોકોને તોડવાની પ્રવૃત્તિ કરનારાઓને મોકો ન આપી સર્વે એ એક થવું પડેશે એમ તેમણે ઉમેર્યુ હતું.
અહેવાલ :- અનિલ લાલ