કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ મુન્દ્રામાં શાળાના આચાર્યશ્રી પુનિત મિશ્ર સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષક વિસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ધોરણ 11 ના વિધાર્થીઓએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના, સ્પીચ, ડાન્સ અને સ્કીટ થી કરવામાં આવી હતી. ત્યારબાદ વિધાર્થીઓએજુનિયર ક્લાસના બાળકોને વિવિધ વિષયોનું જ્ઞાન પીરસ્યુ હતું.
વિધાર્થી શિક્ષકોનું ક્લાસમાં કેવી રીતે ભણાવે છે તે વિશેનું મૂલ્યાંકન કરવામાં પણ આવ્યું હતું નંબર પણ આપવામાં આવ્યા હતા. ધોરણ 11ના વિધાર્થીઓએ શિક્ષકોને ગ્રીટીંગ કાર્ડ્સ આપીને તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમના અંતમાં ધોરણ 11 ની વિધ્યાર્થીની પલ્લવી સ્વામી એ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં શાળાના સર્વે શિક્ષકોએ વિધ્યાર્થીઓ ને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
શાળાના આચાર્યશ્રી એ આ પ્રસંગે વિધાર્થીઓને ને ગુરુ પ્રત્યેનો આદર ભાવ કેવો હોવો જોઇએ તે વિશે જણાવ્યું હતું અને ભવિષ્યમાં વિધાર્થીઓ પોતાનો ધ્યેય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા