જેમાં વિભાગ ‘એ’ એડવાન્સડ મહેંદી વિભાગ “બી” માં બ્રાઇડલ મહેંદી અને વિભાગ “સી” માં બીગીનર મહેંદી એમ કુલ 80 મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રસ્તુત સ્પર્ધાનો મુખ્ય હેતુ સ્ત્રીઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવી , તેમનામાં રહેલી સુષુપ્ત કળાનો વિકાસ થાય તથા ઘરકામ-અભ્યાસ-નોકરી સાથે પાર્ટ ટાઇમ કમાણીનુ કૌશક્ય વિકસિત થાય તેવો હતો. બહોળી સંખ્યામાં મહિલા સ્પર્ધકોએ ઉત્સાહભેર જોડાઈને આ હેતુઓને અસરકારક રીતે સિદ્ધ કરવા તરફ પગલા માંડ્યા છે.
આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે “મયુરી મહેંદી-અંજાર”ના સ્થાપક મયુરીબેન ગોસ્વામી, કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ અંજારના સાવિત્રીબેન ગઢવી અને જાણીતા મહેંદી આર્ટીસ્ટ બિલ્કીસ સમા રહ્યા હતા. તેમના પ્રતિભાવ મુજબ સ્પર્ધાનો નિર્ણય પડકારરૂપ રહ્યો હતો, દરેક સપર્ધકે પોતાનું શ્રેષ્ટ પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધા કાર્યક્રમનું સંચાલન શ્રીમતી રવિનાબેન ઉપાધ્યાયે કર્યું હતું, ત્રણ કલાકની આ સ્પર્ધામાં વિવિધ ઇન્ડોર રમતો પણ રમાડવામાં આવી હતી. સ્પર્ધાના અંતે દરેક વિભાગોના વિજેતાઓને ટ્રોફી અને સર્ટીફીકેટ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત દરેક સ્પર્ધકોને આશ્વાસન સર્ટીફીકેટસ પણ અપાયા હતા. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને ક્રમશ: વિભાગ “એ” માં ટાંક દ્રષ્ટિ, આહિર ભાવિકા અને હડિયા સગુના ; વિભાગ “બી” માં મહેશ્વરી શારદા, બાયડ અલ્ફાના અને નિશા મોતા ; વિભાગ “સી”માં પ્રજાપતિ કોમલ અને મકવાણા આશા વિજેતા રહ્યા હતા.
“બેસ્ટ વર્ક ઓફ ધ ડે” તરીકે ધનવંતી ફુફલ, મુસ્કાન મહેશ્વરી, વિધિ પ્રજાપતિ, નંદની મહેશ્વરી, પૂજા ટાંક, ડીમ્પલ વેકરીયા, દિશા કેરાઇ, પ્રગતિ રાઠોડ, આરતી સોલંકી અને આરતી મતિયાને બિરદાવવામાં આવ્યા હતા. સમગ્ર કચ્છની મહિલાઓએ પોતાની આવડતને માત્ર ઘર-મહોલ્લા, શરમ-સંકોચ કે પોતાણા ભીતર સુધી સીમિત ના રાખતા પોતાની જાતને મહેંદી કળા દ્વારા બહોળી સંખ્યામાં અભિવ્યક્ત કરી આ સ્પર્ધાને કચ્છ જીલ્લામાં આગવી ઓળખ ઉભી કરાવી છે
અહેવાલ :- ઇમરાન અવાડીયા