ખેડબ્રહ્મા ના ઉન્ડવા વિસ્તારમાં માં સ્વાધ્યાય પરિવાર દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે દીદી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ માં દીદીજી પધારતા જ આખા ગ્રાઉન્ડમાં ઉત્સાહનુ મોજુ ફરી વળ્યુ. પૂજ્ય દીદીજી ખુલ્લા વાહનમાં ગ્રાઉન્ડમાં ફર્યા અને સમગ્ર સ્વાધ્યાય પરિવારનાં ભાઈઓ બહેનોને નજીકથી મળ્યા. લાખો ભાઈઓ અને બહેનનું આ એક અનેરૂ મિલન હતું.
પૂજય દીદીજી ની ઉપસ્થિતી હોય અને યુવાન-યુવતી તેમને નમસ્કાર ન કરે તે શક્ય નથી. ૧૫૦૦૦ યુવા-યુવતી ઓએ ગીતના તાલે નૃત્ય દ્વારા ભાવવંદના કરી ત્યારે સમગ્ર પરિવાર પણ હિલોળે ચડ્યો હતો.
સ્વાધ્યાય કાર્ય દ્વારા આ ક્ષેત્રમાં ચાલતી પ્રવૃત્તિઓની ઝાંખી બતાવવામાં આવી હતી. જેમાં ઘરમંદિર, પતંજલી ચિકિત્સાલય, માનવ પ્રતિષ્ઠા કેંદ્ર વગેરે દર્શાવવામાં આવ્યા હતા.
ત્યાર બાદ પરિવારનાં ભાઈઓ-બહેનોએ પોતાનાં ક્ષેત્રમાં ચાલતા રહેલા કાર્યની વાત કરી હતી.
ત્યાર બાદ પૂજ્ય દીદીજી એ આશીર્વચન આપતા જણાવ્યું કે, હું ખુબ નશીબદાર છું કે મને પૂજ્ય દાદાએ આટલા ભાઈઓ આપ્યા છે.
વર્ષ દરમિયાન ઘણાં ઉત્સવો ઉજવીએ છીએ પણ રક્ષાબંધન એ સંબંધનો ઉત્સવ છે.
દીદીજી એ કહ્યું મને જગન્નાથપુરી નું મંદિર ખૂબ ગમે, કારણ તે એક જ મંદિર એવું છે જે ભાઈ બહેન નું મંદિર છે.
દીદીજી એ કહ્યું કે મારે મન વનવાસી કે આદિવાસી શબ્દ મહત્વનો નથી, સંબંધ મહત્વનો છે. હું કઈ જાતિનો છું તે નહીં પણ હું માણસ છું તે મહત્વનું છે. ભગવાને ગીતામાં જે વિચાર આપ્યો તે અંતિમ વ્યક્તિ સુધી લઈ જવાનો છે.
કાર્યક્રમમાં ૩૮૯૫ જેટલા અલગ અલગ વાહનો માં અંદાજે દોઢ લાખથી વધારે ભાઈઓ-બહેનો પોતાના પારંપરિક પોષાકમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા માટે પાર્કિંગ, ટ્રાફિક, સિક્યુરીટી, પાણી, બેઠક, મેડિકલ, લાઇટ, માઈક, સિવીલ વગેરે વિભાગમાં ૩૦૦૦ થી વધુ ભાઈઓ જોડાયા હતા.
ટ્રાફિક વ્યવસ્થામાં ૭૦૦ ભાઈઓ ૬૦ કિલોમીટર નાં ૧૩ રૂટ પર ૫૦ પોઈન્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. ૬૦ જેટલા ડોક્ટર ગ્રાઉન્ડ પર પાંચ પોઈન્ટ પર દવાખાના માં હાજર હતા.
અહેવાલ :- ચંદુભાઈ પટેલ