આજરોજ મોજપ BSF કેમ્પ ખાતે દ્વારકા તથા ઓખા સામાજિક મહિલા અગ્રણીઓ દ્વારા રક્ષાબંધન પૂર્વે દેશના જવાનોને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી. ૩૦/૦૮/૨૦૨૩ ના રોજ ભાઈ બહેનનો પવિત્ર રક્ષાબંધન નો તહેવાર આવી રહ્યો છે ત્યારે દેશની રક્ષા કરતા અને પોતાના પરિવાર થી હજારો કિલોમીટર દૂર રહેતા જવાનોને દ્વારકા શહેર તથા ઓખા શહેર ની મહિલા અગ્રણીઓ દ્વારા જવાનોને રક્ષાબંધન પૂર્વે રાખડી બાંધી ઉજવણી કરવામાં આવેલ.
દેશની રક્ષા માટે પોતાના પરિવાર ને છોડી જ્યારે દેશ ની રક્ષા માટે આવેલ જવાનને ઘર પરિવાર નો માહોલ મળી રહે તે હેતુ થી રાખડી બાંધી ઉજવણી કરવામાં આવેલ.
આ તકે બહેનો મોજપ કેમ્પ એ ગયેલ ત્યારે BSF ના ઓફિસર સાહેબ તથા સ્ટાફે ખૂબ જ સારો આવકાર આપી ચા,પાણી અને નાસ્તા નો પ્રોગ્રામ ગોઠવેલ ત્યારે દરેક મહિલાઓએ તેમનો આભાર વ્યક્ત કરેલ.આ કાર્યક્રમમાં મહિલા અગ્રણીઓ માં ગીતાબેન માંગલિયા,નયનાબા રાણા,આલિબેન ગેડિયા,સીતાબેન સુમણિયા, કૌશલ્યાબેન ફોફંડી,રક્ષાબેન જોશી,સોનલબેન ઠાકર,જાગૃતિબેન કાસ્ટા,હીનાબેન જોશી તેમજ અનેક સામાજિક મહિલા અગ્રણી જોડાઈ હતી.આ તકે દરેક મહિલાઓ એ જવાનોને નીરોગી દીર્ઘ આયુષ્ય અને ખૂબ આગળ વધે તેવી દ્વારકાધીશ ના ચરણોમાં પ્રાર્થના કરી આશીર્વાદ આપેલ.
અહેવાલ :- અનિલ લાલ, દ્વારકા