લીલીયા તાલુકા ના લોંકી ખાતે પ્રાથમિક શાળામાં નવા ચાર રૂમનું ખાતમુહૂર્ત કરતા વિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત ના વરદ હસ્તે વિધિવત રીતે શાસ્ત્રી હિંમતદાદાએ કરાવ્યું હતુ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો નું શાળા પરિવાર દ્વારા સ્વાગત સન્માન કરવા માં આવેલ.
આ ખાતમુહર્ત પ્રસંગે ઉપસ્થિત લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી, લોંકી ગામના સરપંચ શ્રી કિરીટભાઇ સોળીયા,લીલીયા તાલુકા ભાજપ અગ્રણીઓ ડાયાલાલ માળવિયા,બાલાભાઈ પડસારિયા,ભરતભાઈ ઠુમ્મર,પ્રવીણ ભાઈ ચોપડા ,પત્રકાર ઇમરાન પઠાણ તેમજ લોંકી ગ્રામપંચાયતના સભ્યો અને ગ્રામજનો સાથે SMC ના અધ્યક્ષ ગ્રામ પંચાયત સદસ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એ લોંકી પ્રાથમિક શાળાને સ્માર્ટ ક્લાસ રૂમ આપવાનું વચન પણ આપ્યું હતું.
તેમજ લોંકી પ્રાથમિક શાળાને ચાલીસ લાખ જેવી માતબર રકમના પેકેજમાં ચાર રૂમ અને એ ટિ વી ટી માંથી મઘ્યાહ્નનભોજન માટે અલગથી શેડ વહેલી તકે મંજુર કરાવવા બદલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાતને બિરદાવ્યા હતા.
તેમજ શાળાના આચાર્યશ્રી અજીતભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફને સરસ કામગીરી બદલ અભિનંદન પાઠવવા માં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અજિત ભાઇ પટેલ દ્વારા કરાયું હતું તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
અહેવાલ :- ઇમરાન પઠાણ, લીલીયા મોટા