અમિતાભ બચ્ચન ૮૦ વરસની વયે પણ એક્દમ સક્રિય છે.જાહેરાતો ફિલ્મો કોન બનેગા કરોડપતિ વિગેરેમાં સતત કામ કરતા રહે છે ટ્વીટર પર એક્દમ સક્રિય છે
અમિતાભ ફરી એક વખત ૧૪ મી ઓગસ્ટથી કોન બનેગા કરોડપતિ લઈને આવી રહ્યા છે.અમિતાભ કોન બનેગા કરોડપતિની આ ૧૫ મી સીઝન છે અમિતાભ ૨૦૦૦ થી આ શોનું સંચાલન કરે છે ખુબ જ શાનદાર ભવ્ય અને આલીશન સેટ હોય છે
ભારતીય ટેલિવિઝનના અત્યંત લોકપ્રિય આ શો આવે છે દરેક સીઝનને પ્રેક્ષકોએ ખુબ જ પસઁદ કરી છે બીજા બધા શોને પાછળ રાખી આ શો નંબર ૧ પર આવી જાય છે
યજ
અમિતાભની ફિલ્મ શહેનશાહનો ડાયલોગ ” હમ જહાં ખડે હોતે હે લાઈન વહાં સે શુરું હોતી હે ” અમિતાભ બચ્ચનને બરાબર શૂટ થાય છે
અમિતાભ કહે છે દેશ બદલાઈ રહ્યો છે તો શો પણ બદલાતો રહેવો જોઈએ બડે શાન સે બડે ગર્વ સે દેખો સબ કુછ બદલ રહા હે અમિતાભે ફિલ્મોમા કરેલા કામના કુલ કેટલા કલાક થાય એની કોઈ ગણતરી શક્ય જ નથી પણ કોન બનેગા કરોડપતિના કલાક ગણવા જેવા છે અમિતાભ કહે છે કે કોન બનેગા કરોડપતિના સેટ પર આવું તો મારામાં એક નવી ઉર્જા નવી શક્તિનો સંચાર થાય છે જેનું કારણ મારાં ચાહકો છે મને એક સાથે કરોડો લોકો જોઈ રહ્યા છે એ લાગણી બહુ ખાસ છે અમિતાભ ૨૦૦૦i થી આ શો સંચાલન કરે છે એટલે અમિતાભ ૨૩ વરસથી આ શોનું સંચાલન કરે છે હા ત્રીજી સીઝનમાં શાહરુખ ખાન હતા પણ બચ્ચન સામે કોઈનો ક્લાસ નહી
અમિતાભ આ શોમા અત્યંત અંગતતા સાથે આવેલા સ્પર્ધકો સાથે વર્તે છે અને શોને લાગણી હાસ્ય રોમાન્સ સહિતના તત્વોથી સભર કરે છે. આના કારણે ભારતીયો આ શો કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવવું કે બી.સી ની હોટ સીટ સુધી કેવી રીતે પહોંચવું વિગેરે સવાલો પૂછવા માંડ્યા છે લોકોને અમિતાભ સામે બેસવું છે જો કે આ વખતે કોન બનેગા કરોડપતિમા સુપર સંદૂક ઉમેરયેલી છે જે ભાગ લેનારની સમસ્યાને સરળ બનાવશે કેવી રીતે મદદ કરશે એ માટે થોડી રાહ જોવી પડશે
આ શોમા અત્યાર સુધી ૫ જણા કરોડપતિ બની ચુક્યા છે એક સ્પર્ધક ૫ કરોડ તો બીજા એક સ્પર્ધક ૭ કરોડ જીતી ચુક્યા છે
આ શોની સફળતા માટે અમિતાભ ઉપરાત અરુણ કુમારને આપવો પડે.અરુણ કુમાર આ શોના ડાયરેક્ટર છે અરુણકુમારના મનમાં અમિતાભ માટે બહુ આદર છે અરુણકુમાર કહે છે અમિતાભ આ શો ના માત્ર હોસ્ટ જ નથી પણ શો ના સમગ્ર સર્જનમાં અમિતાભ સામેલ રહે છે અરુણકુમાર આ પહેલા સત્યમેવ જયતે સચ કા સામના ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ નચ બલીયા ઝલક દિખલા જા સહિતના લોકપ્રિય શો આપી ચુક્યા છે.
હવે આપણે સૌને ૧૪ મી ઓગસ્ટ ના રાતના ૯ વાગ્યાનો ઇંતેજાર રહેશે.
ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા