ખંભાલીયાની રહીશ રશ્મીબેન ડો.ઓ. મુકેશભાઈ હિન્ડોચાનાં લગ્ન રાજકોટ ગામનાં રહીશ વિશાલ ધીરજલાલ કોટક સાથે તા. ૯–૨–૨૦ નાં રોજ સતોદડ મુકામે હિન્દુ શાસ્ત્રોકત વિઘીથી જ્ઞાતિ રીત રીવાજ જ્ઞાતિ વડીલોની હાજરીમાં થયેલા. અને લગ્ન બાદ તેણીનો પતિ તેણીને રાજકોટ ગામે તેમના ઘરે રહેવા તેડી ગયેલ અને ત્યાં અરજદાર સંયુકત કુટુંબમાં રહેતા હતા. અને લગ્ન બાદ અરજદારને થોડો સમય સારી રીતે રાખેલ અને ત્યારબાદ અરજદારનો પતિ વિશાલ ધીરજલાલ કોટક તથા સસરા તથા ,સાસુ તથા જેઠ,તથા જેઠાણી તથા દેર તથા દેરાણી વિગેરેએ અરજદારને ઘરકામ બાબતે સંભરામણી કરી મેણાંટોણા મારી દહેજની માંગણી કરી,જેમફાવે તેમ અપશબ્દો બોલી અરજદારને શારીરીક,માનસીક દુઃખત્રાસ આપી,મારકુટ કરી તા. ૧૪/૩/૨૧ નાં રોજ અરજદારની સ્ત્રીઘનની ચીજવસ્તુઓ વિગેરે રાખી લઈ પહેરેલ કપડે ઘરની બહાર કાઢી મુકેલ ત્યારબાદ તેણીએ ખંભાલીયા કોર્ટમાં ભરણપોષણ મેળવવાની અરજી તેના પતિ વિશાલ ઘીરજલાલ કોટક વિરુધ્ધ કરતાં જે અરજી મંજુર થયા બાદ વિશાલ ઘીરજલાલ કોટકે અરજદારને ભરણપોષણની રકમ નહીં ચુકવતા અરજદારે ખંભાલીયા ફેમીલી કોર્ટમાં તેના પતિ સામે ચડત ભરણપોષણની રકમ વસુલ મેળવવાની અરજી કરતા જેમાં અરજદારનાં પતિ એ ચઢત ભરણપોષણની રકમ અરજદારને નહી ચુકવતા ખંભાલીયા ફેમીલી કોર્ટનાં જજ શ્રી બારોટ સાહેબે અરજદારના પતિ વિશાલ ધીરજલાલ કોટક ને ૩૨૦ દિવસની સજા નો હુકમ કરી સજાનું વોરંટ કાઢવાનો હુકમ ફરમાવેલ છે. અરજદાર તરફે જીતેન્દ્ર કે. હીન્ડોચા તથા હર્ષિદા કે. અશાવલા તથા અભિષેક એન. ધ્રુવ એડવોકેટસ રોકાયા હતા.
અહેવાલ :- અનિલ લાલ, દ્વારકા