માંડવી બીચ પર સમરસ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું
માંડવી ધારાસભ્ય એ ખુદ સમરસ કથા વાંચી અને 5માં અધ્યયનું વર્ણન ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પોતે કર્યું
કથા સાંભળવા આવેલા તમામ લોકોને પ્રસાદ રૂપે તુલસીના તેમજ બિલીપત્રના છોડ આપવામાં આવ્યા
18 વર્ણનાં લોકો સાથે મુસ્લિમ ભાઈ બહેન પન જોડાયા
માંડવીના રમણીય બીચ પર ધાર્મિક માહોલ સર્જાયો
કચ્છમાં પ્રથમ વખત સમુદ્ર કિનારે અધિક માસમાં અધિક આયોજન કરવામાં આવ્યું હતું.માંડવી બીચ પર સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 28 જેટલા જોડલા જોડાયા હતા તો 500 જેટલા લોકોએ આ કથા સાંભળી હતી.માંડવીના રમણીય બીચ પર ધાર્મિક માહોલ સર્જાયો હતો.
માંડવીના ધારાસભ્યએ કથામાં પાંચમા અધ્યાયનું કર્યું વાંચન
અધિક માસનું ખુબ જ મહત્વ રહેલું છે. ત્યારે માંડવીમાં દરિયા કિનારે સમરસ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.વિશ્વ કલ્યાણ અને સૌના કલ્યાણની ભાવના સાથે પવિત્ર અધિક માસ નિમિતે માંડવીના વિન્ડફાર્મ બીચ પર રત્નાકરના સાનિધ્યમાં ભગવાન સત્યનારાયણની કથા શ્રવણ કરવા માંડવી મતવિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ જોડાયા હતા.
લોકોને પ્રસાદરૂપે તુલસી અને બિલીપત્રના છોડ આપવામાં આવ્યા
કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત દરિયા કિનારે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કથાનું આયોજન માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ કર્યું હતું.તો કથાનો પાંચમાં અધ્યાયનું વાંચન ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પોતે કર્યું હતું અને ધાર્મિક મહત્વ અને અહંકાર, નિષ્ઠા વગેરે જેવા વિષયો પર વર્ણન કર્યું હતું.જ્યારે વ્યાસપીઠ પર વિવેક જોષીએ કથાનું વર્ણન કર્યું હતું.આ કથામાં સર્વ ધર્મના લોકો જોડાયા હતા.કથા સાંભળવા આવેલા તમામ લોકોને પ્રસાદ રૂપે તુલસીના તેમજ બિલી પત્રના છોડ આપવામાં આવ્યા હતા.
વિશ્વના કલ્યાણ અર્થે આયોજન
માંડવી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે,”દરિયા કિનારે અધિક માસમાં કોઈપણ પ્રકારની પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા રહેલો ખાસ કરીને ભારતીય સનાતન સંસ્કૃતિમાં અધિક માસમાં પૂજાનો મહત્વ રહેલો હાલમાં જી-20 નું પ્રતિનિધિત્વ પણ ભારત પાસે છે અને મુખ્ય ઉદેશ્ય પણ વસુદેવ કુટુંબકમની ભાવનાનો રહેલો છે.વિશ્વના કલ્યાણ અર્થે આ આયોજન કરવામાં આવ્યું હતું.”
21 સમાજના લોકો આ કથામાં જોડાયા
“આજે માંડવીના બીચ પર સમરસ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે 21 સમાજના લોકો જેમાં વાલ્મિકી સમાજ, મહેશ્વરી સમાજ,જૈન સમાજ, બ્રાહ્મણ સમાજ, ક્ષત્રિય સમાજ, દર્જી સમાજ, સોલંકી સમાજ, જોગી સમાજ તમામ સમાજો તેમજ 28 જેટલા જોડલા જોડાયા હતા.સત્યનારાયણની કથા એટલે કે સત્યની કથા, સત્યને ઉજાગર કરવાની કથા અહીઁ કરવામાં આવી છે.કથા પૂર્ણ થયા બાદ તુલસી અને બિલીપત્રના છોડ અહીઁ પ્રસાદ રૂપે આપવામાં આવ્યા છે. અહીં પ્રસાદમાં આપવામાં આવેલ તુલસી અને બીલીપત્ર ના પાન જ મંદિરમાં જ્યારે ચડાવવામાં આવશે ત્યારે કોઈ પણ પ્રકારનો જ્ઞાતિભેદ રહેશે નહીં.”
અહેવાલ :- ઇમરાન અવાડીયા