આધાર સેવા કેન્દ્રના નિયમોને ઓપરેટરો ભુલી ગયા કે શું…??*
*આધાર સેવા કેન્દ્રના આ કરતુત પાછળ કોની અમીનજર*
*જાગૃત નાગરિકે બાયડનો આધાર કાર્ડને લગતી કામગીરીનો વિડિયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ*
અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં ચાલતા આધારકાર્ડ સેવા કેન્દ્રમાં નિયત રકમ કરતા વધુ રકમ લેવાતી હોવાનું આક્ષેપ કરી એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે.
સોશિયલ મીડિયામાં વહેતા થયેલા આ વીડિયોમાં આધાર કાર્ડ સેવા કેન્દ્રના ઓપરેટરો દ્વારા ઉઘાડી લુંટ ચલાવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે….!!!
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ઓપરેટરોના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેમ હવાતીયાં મારવા લાગ્યા છે.
લોકોમાં ભારે ચર્ચાએ જોર પકડયું છે કે, આધાર કાર્ડ સેવા કેન્દ્રમાં ચાલતી આવી પ્રવૃત્તિથી વહીવટી તંત્ર અજાણ હશે કે પછી તેમની પણ મીલીભગત હશે…!!!!
જો આ રીતે રોજબરોજ તાલુકા પંચાયત કચેરીમાં નિયત ફી કરતાં વધુ રકમ ઉઘરાવાતી હોય તો રોજની કેટલી રકમ ઉઘરાવવામાં આવતી હશે તેવી કાનાફુંસી લોકોમાં થઈ રહી છે….!!!!
તાલુકા પંચાયત આધાર કાર્ડ સેવા કેન્દ્રમાં આધાર કાર્ડ અપડેટ કરવાના વ્યક્તિ દીઠ રૂપિયા 100 લેવાતા હોવાના ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા છે.
અહેવાલ :- ભૂપેન્દ્રસિંહ ઝાલા, બાયડ